Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચૌદ ગેમ ઝોન-મનોરંજન મેળા કરાવાયા બંધઃ અત્યાર સુધી કયાં હતા ?

ચોતરફથી ફીટકાર વરસતા સરકાર સફાળી જાગીઃ આદેશો છૂટ્યા

જામનગર તા. ર૭: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના અગ્નિ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે સફાળી જાગેલી સરકારે તાકીદે રાજ્યભરમાં ગેમઝોન બંધ કરવાના આપેલા આદેશ અન્વયે જામનગરમાં ૧૪ ગેમઝોન, વીડિયો પાર્લર બંધ કરાવાયા છે.

રાજકોટની ગોઝારી ઘટના પછી સફાળી જાગેલી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ગેમ્સ ઝોન બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો. આથી જામનગરમાં પણ મહાનગર પાલિકાએ ૧૪ જેટલા ગેમઝોન-વીડિયો પાર્લરને બંધ કરાવવામાં આવ્યા છે.

જેમાં જેસીઆર સિનેમા (ઠેબા ચોકડી), મોર્ડન માર્કેટ સોસાયટી, એમ્યુઝમેન્ટ પાર્ક, ખોડીયાર મંદિર પાસે, ક્રિસ્ટલ મોલ (ખોડીયાર કોલોની), અંજલી ગેમ ઝોન (પ૮-દિ. પ્લોટ), આશીર્વાદ કલબ રિસોર્ટ, આયુષ ગેમઝોન (પટેલ કોલોની), જેઠવા ગેમઝોન, ન્યુ લાઈફ રિબોટ, ગ્રીન સીટી, આદર્શ શોપીંગ સેન્ટર, (વીડિયો ગેમ પાર્લર) સેવન સીઝન રિસોર્ટ અને તળાવની પાળ જુની આરટીઓ કચેરી પાસે વગેરેનો સમાવેશ થાય છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે.

દરમ્યાન ગઈકાલે તમામ ગેમઝોનની તપાસ ટુકડીએ મુલાકાત કરી હતી. અને જરૂરી સુવિધાની ચકાસણી કરી હતી.

મળતી માહિતી મુજબ એક પણ ગેમઝોન પાસે ફાયર શાખાનું એનઓસી ઉપલબ્ધ ન હતું. જો કે જેસીઆરમાં સમગ્ર પરિસર માટેનું ઓનઓસી મેળવાયું હતું પરંતુ ગેમઝોન માટે અલગથી એનઓસી ન હતું જે મેળવવાનું હોય છે કે કેમ, તે અંગે હજુ ફાયર ઓફિસર તપાસ કરે છે ત્યારે સવાલ એ છે કે જામનગરમાં પણ આવા જોખમી ગેમઝોન ધમધમતા હતા તો શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જતું હતું? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh