Advertisement
Author: નોબત સમાચાર

પિતાના નિધનનો આઘાત અનુભવતા બેહ ગામના બીમાર યુવાને ઝેર પીધું: મૃત્યુ

મૃતકના ભાઈએ પોલીસને કરી જાણઃ

જામનગર તા. ૨૭: ખંભાળિયાના બેહ ગામમાં રહેતા એક યુવાને પોતાના પિતાના નિધનથી ઘેરો શોક અનુભવવા ઉપરાંત પોતાની બીમારીથી પણ કંટાળી ચારેક દિવસ પહેલા વિષપાન કરી લીધુ હતું. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

ખંભાળિયા તાલુકાના બેહ ગામના ગગુભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૩૩) નામના યુવાને ગયા મંગળવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન ગગુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મૂળુભાઈ ગોવિંદભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે. પોલીસ સમક્ષના તેઓના નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા મહિનાની ૧૨ તારીખે ગગુભાઈના પિતાનું અવસાન થયું હતું. તે પછી ગગુભાઈ ભારે આઘાત અનુભવતા હતા અને તેઓ અસાધ્ય બીમારીથી પણ પીડાતા હતા. તેના કારણે ગગુભાઈએ વિષપાન કરી લીધુ હતું. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh