Advertisement
Author: નોબત સમાચાર

પુત્રને લઈ જવા સાસરે આવેલા જમાઈએ સસરાને માર્યાે મારઃ યુવાનને ધોકો બતાવી અપાઈ ધમકી

પૈસા આપવાની ના પાડતા કરી નખાયું ફ્રેક્ચરઃ

જામનગર તા. ૨૭: જામનગરના એક પ્રૌઢની સાથે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી પુત્રને ગાળો ભાંડી ધોકો બતાવી ધમકી અપાઈ હતી. પૈસા આપવાની ના પાડતા એક શખ્સે ધોકો ફટકારી એક યુવાનને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. ઉપરાંત રિસામણે બેસેલી પત્ની પાસેથી પુત્રનો કબજો મેળવવા આવેલા શખ્સે બે સાગરિત સાથે મળી સસરાને માર માર્યાે હતો.

જામનગરની શંકરટેકરીમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા અનવરહુસેન કાસમ ખફી નામના પ્રૌઢને અગાઉ શંકરટેકરીમાં જ રહેતા અકબર યુસુફ ખફી સાથે માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી શનિવારે બપોરે અનવરહુસેનના પુત્ર સુલતાનને નવી નિશાળ પાસે રોકી લઈ અકબર ખફીએ ગાળો ભાંડ્યા પછી તેની પાછળ ધોકો લઈને દોટ મૂકી હતી. આ બાબતની અનવરહુસેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના અશોક સમ્રાટ નગરની શેરી નં.૨માં રહેતા સુખદેવ દાદારાવ વાનખેડે શનિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે ધનરાજ શંકરભાઈ વાનખેડેએ તેની પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસા આપવાની સુખદેવે ના પાડતા ઉશ્કેરાયેલા ધનરાજે નજીકમાં પડેલી સાણસી ઉપાડીને હુમલો કર્યો હતો. સાણસી વડે અંગુઠામાં ઈજા પહોંચાડવા ઉપરાંત ધનરાજે ધોકા, ઢીકાપાટુથી પણ માર મારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા સુખદેવને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના અકબરશા ચોકમાં રહેતા નુરમામદ હસન ધોરાજીવાલા નામના વૃદ્ધની પુત્રી વીસેક દિવસથી રિસામણે આવી હતી. તેણી પાસે રહેલા પુત્રને મેળવી લેવા ગઈકાલે બપોરે ટીટાફળીમાં રહેતો જમાઈ ફૈઝલ આવી ચઢયો હતો. તેણે કોર્ટ મારફતે પુત્ર મેળવી લેવાનું કહેવાતા ફૈઝલ તેમજ મહંમદ સતાર મીઠવાણી, અલ્ફાઝ મહંમદ મીઠવાણીએ હુમલો કરી નુરમામદભાઈને માર માર્યાે હતો અને ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh