Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કુકડા કેન્દ્ર પાસેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયોઃ બુકીનું નામ ખૂલ્યું

આઈપીએલની ફાઈનલ મેચ પર રમતો હતો સટ્ટોઃ

જામનગર તા. ૨૭: જામનગરના કુકડા કેન્દ્ર પાસે ગઈકાલે રાત્રે આઈપીએલની ક્રિકેટ મેચના ફાઈનલમાં વિકેટ, રનફેર વગેરેનો સોદો કરી રહેલા એક શખ્સને પોલીસે પકડી લીધો છે. તેણે કપાત લેતાં બુકીનું નામ આપ્યું છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-૧ નજીક કુકડા કેન્દ્ર પાસે ગઈકાલે રાત્રે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.

તે સ્થળે ગઈકાલના આઈપીએલની મેચના ફાઈનલ પર રનફેર, વિકેટ સહિતનો સોદો કરી રહેલા ઈમ્તિયાઝ બશીર જોખીયાને ઝડપી લેવાયો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનું પ્રસારણ નિહાળી જુગાર રમતો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રોકડ મળી ૨૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતાં ગોકુલનગરવાળા દિગુભા જાડેજાનું નામ આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh