Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જામેલી જુગારની મહેફિલ પર દરોડોઃ નવ પન્ટર પકડાયા

કાલાવડ તથા જામનગરમાં જુગારના અન્ય બે દરોડાઃ

જામનગર તા. ૨૭: જામનગરના સુભાષબ્રિજ નીચે એક ટ્રાન્સપોર્ટમાં ગઈકાલે રાત્રે એલસીબીએ દરોડો પાડતા ત્યાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા ટ્રાન્સપોર્ટ માલિક અને જુગાર રમતા આઠ શખ્સ રૂ. ૮૬૫૮૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે. કાલાવડના કાશ્મીરપરામાંથી સાત શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા છે. ખોજાનાકા પાસેથી એકીબેકી બોલી જુગાર રમતા ચારને પકડી લેવાયા છે.

જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલા નદીના પટ નજીક ટ્રાન્સપોર્ટની એક ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, કિશોર પરમાર, કલ્પેશ મૈયડ, ધર્મેન્દ્રસિંહને મળતા ગઈકાલે રાત્રે ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ત્યાં આવેલી જગદીશભાઈ લાંબાની ગઢવી ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા જગદીશ લાભુભાઈ લાંબા, નાલ આપી જુગાર રમતા રમેશ લાભુભાઈ લાંબા, ફારૂક હુસેન ઓડીયા, સંતોષ બિહારીલાલ પરીયાણી, સુભાષ લીલારામ ચાવલીયા, જાવેદ આમદ પીંજારા, મનોજ રાજપાલ ખેતવાણી, જેઠાનંદ ધનુમલ આલવાણી, ફિરોઝ હારૂન ઓડીયા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રોકડ, આઠ મોબાઈલ, પાંચ બાઈક, એક મોટર મળી કુલ રૂ. ૮,૬૫,૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.

કાલાવડના કાશ્મીરપરામાં ગઈકાલે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા મનસુખભાઈ લાખાભાઈ પરમાર, વિપુલ દેવદાસ રાઠોડ, દિનેશ ચનાભાઈ ગોહેલ, આદમ જુસબ શેખ, સદામ સલીમ ચાચીયા, અશોક નાથાભાઈ બારીયા, મુકેશ બચુભાઈ પરમાર નામના સાત શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૧૩૩૭૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી હાજીપીરની દરગાહ પાસે શનિવારે બપોરે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા શબ્બીર ગુલામ ખેરાણી, સાદીક ઉમર રીંગણિયા, એજાઝ અલારખા ઉનડ તથા સહેબાદખાન મોહમ્મદખાન પઠાણ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. રૂ. ૨૭૫૦ રોકડા કબજે કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh