Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાનું ભરણપોષણ ચૂકવવા પતિને થયો આદેશ

જામનગર તા. ૨૭: જામનગરના એક યુવતીએ સાઉથ આફ્રિકામાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. જામનગરના નૈઋતીબેનના લગ્ન રાજકોટના યોગેશ મહેન્દ્રભાઈ પનારા સાથે થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. લગ્ન પછી તેઓ સાઉથ આફ્રિકા રહેવા ચાલ્યા ગયા હતા. જ્યાં પતિએ ત્રાસ આપી ગર્ભાવસ્થામાં જ રાજકોટ મૂકી ગયાની ફરિયાદ સાથે આ યુવતીએ કોર્ટમાં સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી ભરણપોષણ માંગ્યું હતું. ઉપરોક્ત અરજી ચાલી જતાં અદાલતે વચગાળાના તબક્કે રૂ. ૧૦ હજાર ભરણપોષણ તથા રૂ. ૩ હજાર મકાન ભાડાના ચૂકવવા પતિને હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh