Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્માર્ટ મીટર પાછળ ઘેલા વીજતંત્રને સ્માર્ટ વિચાર કેમ નથી આવતો?
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં ર૮ જિંદગી હોમાઈ ગયા પછી તપાસમાં આ ગેમઝોન સહિત રાજ્યભરના મોટાભાગના ગેમઝોન ફાયર એન.ઓ.સી. સહિતની જરૂરી મંજુરી વગર ધમધમતા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. જામનગરમાં પણ એક ડઝનથી વધારે નાના-મોટા ગેમઝોન છે જે અત્યાર સુધી ફાયર એન.ઓ.સી. વગર ચાલતા હોવાનો ધડાકો થયો છે ત્યારે આવા ગેમઝોન તથા શોપીંગ મોલ વગેરે ભીડ એકઠી કરતા કોમર્શિયલ એકમોમાં ફાયર એન.ઓ.સી. તથા સ્થાનિક તંત્રની સંબંધિત જરૂરી મંજુરીઓ મળ્યા પછી જ વીજ કનેક્શન આપવામાં આવે એવો નિયમ કરવો જોઈએ.
ઈલેક્ટ્રોસિટી વગર ગેમ ઝોન અને મોલનો ઝળહળાટ શક્ય જ ન બને ત્યારે મંજુરી વગર ગેરકાયદે ગેમઝોન ન ધમધમે એ માટે ગેમઝોનના વીજ કનેક્શન માટે અલાયદા નિયમો કરવામાં આવે એ જરૂરી છે. જેથી બેદરકારીને કારણે કોઈ અકસ્માત સર્જાય તો વીજ અધિકારી તથા ફાયર વિભાગ સહિતના અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત થાય. ગરીબ અને મધ્યમ વર્ગના ઘરોમાં જોહુકમીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવામાં પોતાને સ્માર્ટ સમજતા વીજતંત્રને આવા પગલાં લેવાનું કેમ નથી સૂઝતું? કે પછી ગેમઝોન સંચાલકો પાસે નાણાનો 'પાવર' હોવાથી નિયમોમાં 'બ્લેક આઉટ' ચલાવી લેવામાં આવે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial