Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ટ્રસ્ટની જગ્યા ખરીદવા સોદા પછી છેતરપિંડીની ફરિયાદમાં ઘટસ્ફોટ

બે વખત કરી લેવાઈ છે છેતરપિંડીઃ

ખંભાળિયા તા. ૨૭: દ્વારકાના એક ટ્રસ્ટની જગ્યા ખરીદવા માટે વર્ષાે પહેલાં વાત થયા પછી રકમ ચૂકવાઈ હતી. ટાઈટલ ક્લિયર કરી દસ્તાવેજ બનાવી આપવાની ખાતરીનું પાલન ન કરાતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકામાં સ્વામીનારાયણ મંદિર જુનાગઢના રાધા રમણદેવ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય માટે દ્વારકામાં ઉપયોગમાં લેવાતી જગ્યા અંગે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ ટ્રસ્ટના કુલમુખત્યાર રાજેશભાઈ મુલચંદાણીએ કરી હતી. જેની તપાસ દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ આર.એચ. સુવા ચલાવી રહ્યા છે. તે પ્રકરણમાં અનેક ચોંકાવનારી વિગતો મળી છે.

દ્વારકા સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આ સંસ્થા સદાવ્રત ચલાવે છે ભોજનાલય, યાત્રિકો માટે આરામની જગ્યા, સભા મંડપ વિગેરે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ જગ્યા ૧૯૯૯માં ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટ પાસેથી રૂ. ૯ લાખમાં લેવાનું નક્કી થયું હતું તથા આ ટ્રસ્ટને રાધારમણદેવ ટ્રસ્ટ દ્વારા  રૂ. સવા બે લાખ ચેકથી આપી પણ દેવાયા હતા તથા બાકીની રકમ કેસથી અપાઈ હતી.

આ પછી દસ્તાવેજ ન થતાં વારંવાર કહેવા છતાં કોઈ હરકત ન કરાતા રાધા રમણદેવ ટ્રસ્ટના કાર્યવાહક અધિકારી રાજેશભાઈ મુલચંદાણીને શંકા જતા આ ટ્રસ્ટ મુંબઈના વરલીમાં ચેરિટી કમિશનરમાં નોંધાયું છે. ત્યાં તપાસ કરાઈ હતી. તે જગ્યા વેચવા માટે ટ્રસ્ટે મંજૂરી ન માંગ્યાનું ખૂલતા દોડી આવેલા રાજેશભાઈએ એસપી સમક્ષ રજૂઆત કર્યા પછી તેની ફરિયાદ કરવા સૂચના અપાઈ હતી.

આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યવાહકોએ બે-બે વખત દસ્તાવેજના બહાને છેતરપિંડી કરી રકમ પચાવી પાડ્યાનું જાણવા મળ્યું છે. દ્વારકા જેવો જ વિવાદ પોરબંંદર, ખીરસરા તથા અન્ય સ્થળે પણ ચાલતો હોવાનું ખૂલ્યું છે. વચેટીયા તરીકે ખંભાળિયાના એક પ્રૌઢે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh