Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ ડિગ્રી

૫વન વધ્યોઃ તાપમાનનો પારો નીચે સરક્યોઃ

જામનગર તા. ર૭: જામનગરમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે પવનની ઝડપ સરેરાશ કરતા વધુ રહેતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી.

જામનગરમાં ગત્ સપ્તાહમાં તાપમાનનો પારો ૩૮ ડીગ્રીને પાર થતા ગરમીમાં લોકો અકળાઈ ઉઠ્યા હતાં. જો કે, છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે તરફ સરકતા ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.

આજે સવારે પૂરા થતા ર૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ર૯ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૭૬% અને પવનની ગતિ પ્રતિ કલાકમાં રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગઈકાલે પારો ૩પ.૪ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જેમાં આજે લગભગ અડધો ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. આથી તાપમાનમાં ઘટાડા સાથે પવનની સરેરાશ વધુ ઝડપ રહેતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh