Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરેલું હિંસાના તત્ત્વો સાબિત ન થઈ શકતા
જામનગર તા. ૨૭: જામનગરના એક પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ સહિત સાસરિયા સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ભરણપોષણ માંગ્યું હતું. અદાલતે તેણીની ભરણપોષણ માંગતી અરજી નામંજૂર કરી છે.
જામનગરના બેડીમાં રહેતા હુસેનાબેન જાકુ માણેકના નિકાહ રાજકોટના જમાલ કાસમ સોઢા સાથે થયા હતા. તે પછી હુસેનાબેને પતિ, દિયર તથા ઓરમાન પુત્રો મારકૂટ કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ જામનગરની કોર્ટમાં કરી હતી.
આ મહિલાએ ભરણ પોષણની માગણી કરતા કોર્ટમાં દલીલ કરાઈ હતી કે તેણીએ બીમાર પતિની સેવા કરવી ન પડે તેથી છોડીને ચાલ્યા ગયા છે. આ અરજી ચાલુ હતી તે દરમિયાન પતિ જમાલનું બીમારીથી મૃત્યુ નિપજ્યું હતું. તેથી હુસેનાબેને ઓરમાન પુત્રો પાસેથી ભરણપોષણ માંગ્યું હતું. તે અનુસંધાને બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે અરજદાર મહિલા ઘરેલુ હિંસા સાબિત કરી શક્યા નથી તેમ ઠરાવી તેણીની ભરણપોષણ માંગતી અરજી રદ્દ કરી છે. સામાવાળા તરફથી વકીલ મીનાક્ષીબેન સોલંકી, ભરત વાજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial