Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાફેલ બટેટા, ભાત, મન્ચુરીયન વિગેરે અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકાર ની ડ્રાઈવ મેંગો મિલ્ક શેઈક , મેંગો જ્યુસ અંતર્ગત ઉનાળા ની સીઝન ને અનુલક્ષી ને અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૨૪ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ ઍન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા મા મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રિપોર્ટ મળ્યા પછી આગળની નિયમોહેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
શહેર નાં જે સ્થળો એ થી મેંગો જ્યુસ નાં નમૂના લેવામાં આવ્યા છે તેમાં લીમડા લાઇન મા ધારેશ્વર ડેરી એન્ડ સ્વીટ પેલેસ , દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૪ માં આવેલ શ્રી અંબિકા ડેરી પ્રોડક્સ , જગદીશ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ ( જી.જી.હોસ્પિટલ સામે ), રંગોલી શ્રી ક્રિષ્ના જ્યુસ એન્ડ ફાસ્ટફૂડ ( જી.જી.હોસ્પિટલ સામે ), ન્યુ નીલમ જ્યુસ એન્ડ લચ્છી( ક્રિકેટ બંગલા રોડ) માંથી નુરી જ્યુસ સેન્ટર (એમ.પી.શાહ મેડીકલ કોલેજ સામે ), રાજ ટી સ્ટોલ (જી.જી.હોસ્પિટલ રોડ. ) ઈશ્વર કોલ્ડ્રીંક્સ ( જી.જી.હોસ્પિટલ રોડ) , બોમ્બે ફ્રુટ એન્ડ જયુસ (જી.જી.હોસ્પિટલ સામે ), કિરીટ સ્વીટ એન્ડ ફરસાણ (૯/૧ પટેલ કોલોની), જલારામ ખમણ (રામેશ્વર ચોક ) કમલેશ ડેરી (૫૪ - દિગ્વિજય પ્લોટ) શ્રી અંબિકા ડેરી ફાર્મ ( ૨૧ દિગ્વિજય પ્લોટ) , શ્રી સદગુરુ ડેરી ફાર્મ (૨૪ દિગ્વિજય પ્લોટ), શ્રી લક્ષ્મી ફ્રૂટ્સ એન્ડ જ્યુસ (જી.જી.હોસ્પિટલ સામે ), શ્રી અંબિકા સ્વીટ એન્ડ નમકીન (શરૂ સેક્શન રોડ), નીલમ જ્યુસ (એસ.ટી.સામે), બેમિસાલ ફ્રૂટ્સ સેન્ટર (એસ.ટી.સામે) રામમંદિર શેક એન્ડ સ્નેક્સ (એસ.ટી.સામે), શિવસાગર જ્યુસ એન્ડ સ્નેક્સ (જોલી બંગલો પાસે) , ગાંધી સોડા શોપ (જોલી બંગલા પાસે) , કૃણાલ જ્યુસ એન્ડ સ્નેક્સ ( જોલી બંગલા પાસે) મહેક જ્યુસ એન્ડ સ્નેક્સ (જોલી બંગલો પાસે), અને.શ્રી આશાપુરા જ્યુસ એન્ડ સીઝન સ્ટોર ( ૧૪ - દિ'પ્લોટ) નો.સમાવેશ થાય છે.
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા.તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા , અંગે સૂચના આપવામાં આવી હતી.
જેમાં પીઝ્ઝા કીંગ (સાધના કોલોની ) ને સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવાની સૂચના આપવામાં આવી.હતી. ધ સ્નેક ચેટ માંથી ૫૦૦ ગ્રામ બોઈલ બટેટા નાશ કરવા આવ્યો હતો. ડી.ડી.એસ.કિચન પાર્સલ પોઈન્ટ ૧ કિલો રાઇસ , ૫૦૦ ગ્રામ બટેટા તેમજ વિલિયમ્સ ઝોન પીઝ્ઝા (ગ્રીન સીટી ) માંથી ૨ કિલો બોઈલ બટેટા , ૧ કિલો બ્રેડ ,૫૦૦ ગ્રામ ચણા , ૧ કિલો બોઈલ મકાઈ,૫૦૦ ગ્રામ રાઇસ અનહાઇજેનિક કંડીશન મા જણાતા નાશ કરાવવામાં આવ્યો હતો. શિવમ ફૂડ (રણજીતસાગર રોડ ) માંથી ૨ કિલો મંચુરિયન,૧ કિલો ભાત ,૨ કિલો ગ્રેવી,૫૦૦ ગ્રામ ડ્રેગન પોટેટો ,નાશ કરાવવામાં આવ્યો હતો.
જે.ડી. ફાસ્ટફૂડ (રણજીતસાગર રોડ ) માંથી ૧૫ કિલો સોસ લેબલ વગરનો જણાતા નાશ કરાવાયો હતો. બેઠક રેસ્ટોરન્ટ, ભોલેનાથ જ્યુસ સેન્ટર ખોડીયાર કોલોની ૧૦ લીટર કલરવાળી ચાસણી મળી આવતા નાશ કરાવેલ અજંતા નાસ્તા ભુવન (અનુપમ ટોકીઝ પાસે )
અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial