Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના અગ્નિકાંડનો ભોગ બનેલા કમનસીબ મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આક્રંદ, ગમગીની અને સરકાર-પ્રશાસન સામેની નારાજગી વચ્ચે

રાજકોટ તા. ર૭: રાજકોટના અગ્નિકાંડનો ભોગ બનેલા કમનસીબ મૃતકોની અંતિમ યાત્રા જ્યારે જુદા જુદા સ્થળેથી નીકળી ત્યારે તેઓના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, અને આક્રંદ, ગમગીની સાથે શાસન-પ્રશાસન સામે આક્રંદ વ્યક્ત કરી રહેલા જોવા મળ્યા હતાં.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ગુજરાત ભૂલી શકે તેમ નથી. આ આગ એવી લાગી કે પરિવાર પણ પોતાના સભ્યોનો મૃતદેહ ઓળખી શકે તેવી હાલત નથી, તો સરકાર દ્વારા તમામ મૃતદેહને લઈ ડીએનએ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટના સ્મશાનમાં બે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બન્ને મૃતકની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. મૃતકના પરિજનોએ મીડિયા સામે તંત્ર પર આરોપ લગાવ્યો છે.

પરિજનોનું કહેવું છે કે, નાના કર્મીઓ સામે કાર્યવાહી દેખાડો છો તો અમને ન્યાય ક્યાંથી મળે અમને ભગવાન પર ભરોસો છે કે તે અમારો ન્યાય કરશે. આ રીતે ઢાંકપિછોડા કરાઈ રહ્યો હોવાનો કેટલાક પરિજનોએ આક્ષેપ કર્યો હતો.

રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોમાંથી ચારના મૃતદેહ પરિવારને સોંપાયા છે. તેમાં જીગ્નેશ ગઢવી (ઉ.વ. ૩ર) વીરપુર, સ્મિતા વાળા (ઉ.વ. રર) ઉપલેટા, સુનિલ સિદ્ધપુરા (ઉ.વ. ૩૮) એરપોર્ટ રોડ, રાજકોટ, સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ. ર૦) ગોંડલનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh