Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની નબળી નેતાગીરીના કારણે...
ખંભાળીયા તા. ર૭: રાજ્ય તથા કેન્દ્ર દ્વારા પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવા માટે નક્કી થતાં અગાઉ ખંભાળીયા, મોરબી તથા પોરબંદરમાં મેડિકલ કોલેજ મંજુર થઈ હતી. જેમાં દ્વારકા જિલ્લાની નબળી નેતાગીરી ને કારણે અહીં હજું ઠેકાણું નથી. જ્યારે મોરબી અને પોરબંદરમાં બને છે. નવી મેડિકલ કોલેજ ટ્રસ્ટોને સોંપવા સરકારે નિર્ણય લઈને તે માટેની જાહેરાત કરતા ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની મેડિકલ કોલેજ કરવા માટે સાતેક ટ્રસ્ટોએ રસ બતાવ્યો છે!! અત્રે ઉલ્લેખનીય છે કે જે ટ્રસ્ટ મેડિકલ કોલેજ કરે તેને છાત્ર દીઠ વર્ષે લાખો રૂપિયાની સહાય મળે, હાલની સરકારી હોસ્પિટલની કરોડોની જગ્યા, કરોડોનું બિલ્ડીંગ તથા સુવિધાઓ વાપરવા માટે, આ સાથે કરોડોની મફતના ભાવે જગ્યા સાથે નિભાવણી ખર્ચ પણ કરોડોનું મળવાપાત્ર હોય, સંસ્થાઓ ઉમટી છે. મોરબીમાં ખાનગી ટ્રસ્ટને બદલે લોકો અને નેતાઓએ સંઘર્ષ લડત કરીને સરકારી કોલેજ કરી ત્યારે ખંભાળીયામાં ખાનગી મેડિકલ કોલેજ કે સરકારી તે ભવિષ્યમાં નકકી થશે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial