Advertisement
Author: નોબત સમાચાર

આઠ વર્ષ પછી પિતાના ઘેર રહેવા આવેલી પુત્રીએ ત્યાં ન ગમતા ખાઈ લીધો ગળાફાંસો

બીમારીથી કંટાળી જઈ પ્રૌઢે કરી આત્મહત્યાઃ

જામનગર તા. ૨૭: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે આઠ વર્ષ પછી રાજકોટથી પિતાના ઘેર રહેવા આવેલી યુવતીને ત્યાં ન ગમતા તેણીએ ગુમસુમ થઈ ગયા પછી ગઈકાલે ગળાટૂંપો ખાઈ લીધો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે રહેતા ફકીરમામદ કાસમભાઈ ખફી નામના પંચાવન વર્ષના પ્રૌઢ છેલ્લા છએક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર લેવા જતાં સારૃં થતું ન હોવાથી કંટાળી ગયેલા ફકીર મામદે શુક્રવારની રાત્રીથી શનિવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં લોખંડના એંગલમાં દોરી વડે ગાળીઓ બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર હુસેન ફકીરમામદે  પોલીસને જાણ કરી છે.

જામનગરના સેતાવાડ વિસ્તારમાં આવેલી મણીયાર શેરીમાં રહેતા અમિતભાઈ પ્રભુલાલ મણીયાર નામના મોેેઢ વણિક પ્રૌઢની પુત્રી તમન્ના (ઉ.વ.૨૩) બેએક મહિના પહેલાં રાજકોટથી જામનગર રહેવા આવી હતી. આ યુવતી રાજકોટમાં તેના સંબંધીના ઘેર રહેતી હતી અને બે મહિના પહેલાં જ પિતાના ઘેર આવી હતી પરંતુ ત્યાં રહેવું તમન્નાને ફાવતું ન હતું.

થોડા દિવસથી ગુમસુમ રહેતી આ યુવતીએ ગઈકાલે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા વચ્ચે પોતાના ઘરમાં ઉપરના માળે જઈ પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતાં તેણીને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તેણી મૃત્યુ પામેલી જણાઈ આવતા અમિતભાઈએ પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh