Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના પરિસરમાં ઠંડા પાણીનું પરબ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા

જામનગર તા. ર૭: એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ સભ્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ જેમ અનેકવિધ સેવાકીય પ્રકલ્પો જુદા જુદા ગામો અને વિસ્તારોમાં અવિરત યોજાતા હોય છે. ત્યારે વધુ એક વખત જનસેવાના ભાગરૂપે, જામનગરની સરકારી, જી.જી. હોસ્પિટલ પરિસરમાં હાલની કાળઝાળ ગરમીમાં, દર્દીઓ તેમના સ્વજનો-મુલાકાતીઓ-સ્ટાફ માટે ઉપયોગી થવાના ઉમદા હેતુસભર ઠંડા પાણીના પરબનો આરંભ કરવામાં આવ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોઈ,ખૂબ બહોળી સંખ્યામાં લોકો સારવાર માટે, જામનગર અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે. દર્દીઓ, મુલાકાતીઓ પરબ ઉપર ઠંડુ પાણી પી ને તૃપ્ત થતા જોવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh