Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના કાઠી દેવરીયાના ત્રેવીસ સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરીઃ
જામનગર તા. ૩ઃ ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાં માલ ભરવા આવતા ટ્રકોને બળજબરીથી પાર્કિંગમાં રાખવા અને તેના પેટે ટ્રકદીઠ રૂા.૩ હજાર વસૂલવા કાઠી દેવરીયા ગામના ૨૩ શખ્સે કંપનીના વિસ્તારમાં પ્રવેશ કરી ધમાલ મચાવતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ૫ોલીસે આરોપીઓની શોધ આરંભી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી નયારા એનર્જી કંપનીના પીપી પ્લાન્ટમાં ગયા બુધવારની સાંજે અને ગઈકાલે બપોરે ૨૩ શખ્સે ઘૂસી જઈ ધમાલ મચાવી ટ્રક ભરવા દેવા સામે ખંડણીની માગણી કરતા કંપનીના કર્મચારી રણજીતસિંહ સુરૂભાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા ગુરૂવારની સાંજે સાડા છએક વાગ્યે અને ગઈકાલે બપોરે તેઓ ફરજ પર હતા ત્યારે અર્જુનસિંહ બહાદુર સિંહ જાડેજા, દિલીપસિંહ કરશનજી જાડેજા, નિર્મળસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, યુવરાજ સિંહ દશરથસિંહ જાડેજા, ભગીરથસિંહ મહિપતસિંહ વાઘેલા, પ્રહલાદસિંહ અજીતસિંહ જાડેજા, પ્રદ્યુમન હનુભા જાડેજા, ઘનશ્યામસિંહ ભગીરથસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા, ઘનુભા ઉદેસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા, તેજેન્દ્રસિંહ વનરાજ સિંહ જાડેજા, જયદીપસિંહ કાળુભા વાઢેર, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવુભા વાઢેર, કેતન કિશોરભાઈ ખેતીયા, જયદીપ પ્રવીણભાઈ ખેતીયા, ધર્મવીરસિંહ પ્રવીણસિંહ વાઢેર, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા, સુરપાલસિંહ હનુભા વાઢેર, યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના કાઠી દેવરીયા ગામના શખ્સો ધસી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ નયારા કંપનીમાં માલ ભરવા માટે આવતા ટ્રકના ટ્રાન્સપોર્ટર પાસેથી બળજબરીથી પૈસા પડાવવાના ઈરાદાથી કંપનીના પેટ્રો કેમિકલ ગેઈટના એરીયામાં પ્રવેશ કર્યાે હતો અને કંપનીમાં માલ ભરવા જતા ટ્રકને રોકી લીધા હતા. તેમના ડ્રાઈવર, ક્લિનરને પાર્કિંગમાં ટ્રક રાખવા માટે ટ્રક દીઠ રૂા.૩ હજારની માગણી કરી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી.
તે ઉપરાંત આ શખ્સોએ ચાર ટ્રકવાળા પાસેથી રૂા.૧૨ હજાર બળજબરીથી કઢાવી લીધા હતા અને અર્જુનસિંહ બહાદુરસિંહે ટ્રાન્સપોર્ટરોને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દિલીપસિંહ કરશનજીએ પણ ફોન કરી રણજીતસિંહ સુરૂભાને ગાળો ભાંડી કંપનીમાંથી માલ ભરવા આવતા ટ્રક અંગે પૈસાની માગણી કરી હતી.
ઉપરોક્ત ગુન્હાની ખંભાળિયા પોલીસે નોંધ કરી આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial