Advertisement
Author: નોબત સમાચાર

હુમલો તથા લૂંટના ગુન્હામાં બે આરોપીની જામીનમુક્તિ

સણોસરા પાસે બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૩ઃ પડધરીના હડમતીયા ગામના એક પ્રૌઢ પર ધ્રોલના સણોસરા નજીક બે શખ્સે હુમલો કરી થેલીની લૂંટ ચલાવી હતી. તે ગુન્હામાં બંને આરોપીની જામીન અરજી મંજૂર રખાઈ છે.

રાજકોટના પડધરી તાલુકાના હડમતીયા ગામના મહેશ નાથા સોલંકી અને જયંતિ નાથા સોલંકી સામે કોર્ટમાં હસમુખ શામજીભાઈ ચૌહાણે કેસ કર્યાે હતો. તે પછી ગઈ તા.૧૭ મેના દિને મનસુખ શામજીભાઈ પર મહેશ તથા જયંતિએ હુમલો કરી એક થેલી લૂંટી લીધી હતી.

આ બાબતની ફરિયાદ થયા પછી પોલીસે મહેશ તથા જયંતિની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા બંને આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ રમેશ પારધી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh