Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં આર.ઓ. પ્લાન્ટમાં ચેકીંગમાં ઝડપાઈ ૧૯ લાખની વીજચોરી

થાંભલેથી લંગરીયુ નાખી મેળવાયંુ હતું વીજજોડાણઃ

જામનગર તા. ૩ઃ જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા પાણી શુદ્ધિકરણ ના એક પ્લાન્ટમાં આજે સવારે પીજીવીસીએલની વિજીલન્સ ટૂકડીએ વીજ પોલીસ સાથે દરોડો પાડી ચકાસણી કરતા રૂા.૧૯ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ ગઈ છે. કારખાનાના સંચાલક નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજજોડાણ મેળવી વીજળી વાપરતા હતા. થાંભલા સુધીનો વાયર પણ કબજે કરી લેવાયો છે.

જામનગર નજીકના દરેડ પાસે જીઆઈડીસીમાં એક આર.ઓ. પ્લાન્ટમાં બાજુમાં આવેલા થાંભલા પરથી ગેરકાયદે વીજ જોડાણ મેળવી વીજચોરી કરાતી હોવાની બાતમી પરથી વડોદરાથી ધસી આવેલી વિજીલન્સની ટૂકડી, જામનગર અને જૂનાગઢના વીજ પોલીસ મથકના સ્ટાફે આજે સવારે જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટમાં ચેકીંગ કરવામાં આવતા નજીકમાં આવેલા થાંભલા પરથી લંગરીયુ નાખી વીજ જોડાણ મેળવી લેવાયાનું અને કમલેશ કેશુભાઈ ભાનુશાળી નામના આસામીના નામના વીજ જોડાણવાળા મીટરને બાયપાસ કરી તેની ગ્રીપની અંદર વાયર ભરાવી દઈ વીજચોરી કરાતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

તે સ્થળેથી ચેકીંગ ટૂકડીએ થાંભલાથી કારખાના સુધીનો લાંબો વીજવાયર, મીટર કબજે કર્યું છે અને રૂા.૧૯ લાખ ૯૨ હજારનું પુરવણી બીલ કારખાનાના સંચાલકને આપવામાં આવ્યું છે. તે ઉપરાંત રૂા.૧ લાખ ૬૪ હજાર કમ્પાઉન્ડ ચાર્જ ભરવા પણ સૂચના આપવામાં આવી છે. સ્થળ પરથી વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું છે અને કારખાનેદાર સામે વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh