Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઈન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર કોલ કરોઃ એસ.પી. પ્રેમસુખ ડેલુ
જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લા પોલીસ સાઈબર ક્રાઈમ અંગે નોંધપાત્ર કામગીરી વર્ષ-ર૦ર૪ દરમિયાન સાયબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે રૂપિયા બે કરોડની રકમ પરત અપાવવાની કામગીરી હાલ ચાલુ હોવાનું જણાવી ઓનલાઈન ફ્રોડ થાય તો ટોલ-ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ લોકોને અનુરોધ કર્યો છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામા આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગ્રુતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી.
જામનગર સાયબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂા. ૧૧ કરોડ ૯ લાખ ૩૧૪૬૦ ની રકમ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ૪ કરોડ ૬૯૦૦૦થી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે. જેમાં સ્થાનિક અરજીઓ તથા એફ.આઈ.આર પરથી ૪ લાખ ૨૩હજારની રોકડ રકમ પરત પણ અપાવી દીધી છે. તથા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અરજીઓ પરથી ૧ કરોડ ૯૩ લાખ ૫૪ હજારની રકમ પરત અપાવવાની કામગીરી ચાલુ છે. ૩૧-૭-૨૪ ના બે ગુના દાખલ થયેલ છે, જેમા કુલ રૂા. ૭૫,૩૬,૦૦૦/- રૂપિયાનું ફ્રોડ થયેલ હોય જેમાથી રૂા. ૩૧,૦૦,૦૦૦/- હોલ્ડ થયેલ છે જે પરત અપાવવાની કામગીરી હાલ પો.સ્ટે માંથી કરવામાં આવેલ છે. તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેમજ સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસવડાએ અભિનંદન પાઠવ્યા હતા.
જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ૧૯ જેટલા સેમિનાર યોજવામાં આવ્યા હતા. સાથો સાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
જો આપની સાથે પણ સાયબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નંબર ઉપર ફોન કરવો તેમ જ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ુુુ.ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન ચોવિસ કલાક કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરિયાદ આપી શકે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. તેમ જણાવી સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial