Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત

કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નાયબ મ્યુનિ. કમિશનરની નિયુક્તિ

જામનગર તા. ૩ઃ કોલેરાનો ફેલાવો અટકાવવા જામનગરના વિવિધ વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યાએ જાહેર કર્યા છે.

જામનગર મહાનગર પાલિકા કમિશનર તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના કિસાન ચોક, મકરાણી પાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળીયા નાકા બહારનો વિસ્તાર, વોર્ડ નં. ૪માં કેશુભાઈ હોટેલની સામે, સિદ્ધેશ્વર સોસાયટી, નવાગામ ઘેડનો વિસ્તાર, ન્યુ પી.જી. હોસ્ટેલ કેમ્પસ, કાલાવડ રોડ પર સનમ સોસાયટી શેરી નં. ૨, એસ.ટી. વર્કશોપ, મહારાજા સોસાયટી, હાપા રોડ, જુલેખા મસ્જીદ, હાજીપીર ચોક, અકબરશા મસ્જીદ, રંગુનવાલા હોસ્પિટલ, મોટા પીર ચોક, પટણીવાડ સહિતના વોર્ડ નં. ૧૨ના સમગ્ર વિસ્તારમાં, વોર્ડ નં. ૧ના ઈકબાલ ચોક, રાશનપરા, બેડી તથા વોર્ડ નં. ૯માં સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તારમાંથી કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારનેન્ કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મળતા જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યાએ તાત્કાલીક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે જાહેરાનામુ બહાર પાડેલ છે. જે અન્વયે ઉપરોક્ત વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત તથા તેની આસપાસના ૨ કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે નાયબ કમિશનર જામનગર મહાનગર પાલિકાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ તેઓને એનાયત કરવામાં આવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh