Advertisement
Author: નોબત સમાચાર

સોમવારથી શરૂ થતા શ્રાવણને વધાવવા શિવભકતોમાં થનગનાટઃ આજથી શરૂ થઈ તડામાર તૈયારીઓ

જિલ્લામાં મહાભારતકાળના પ્રાચીન શિવાલયો

ખંભાળીયા તા. ૩ઃ સોમવારથી શરૂ થતાં શ્રાવણ માસને વધાવવા દ્વારકા જિલ્લાના શિવ ભકતોએ તડામાર તૈયારી શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવોની ભૂમિ હોય તેમ અહીં દ્વારકાધીશ, હરસિદ્ધિ માતાજી, શનિદેવનું જન્મસ્થાન, નાગેશ્વર મહાદેવ સહિતના દેવો તો છે પણ અહીં મોટી સંખ્યામાં પુરાણોમાં જેના ઉલ્લેખ છે તેવા તથા પાંડવોએ જ્યારે અજ્ઞાતવાસ કર્યો તે સમયના પાંચ હજાર વર્ષ પુરાણા શિવ મંદિરો અનોખા છે.

ખંભાળીયા શહેરમાં ખામનાથ મહાદેવ કે જે તેની ઘી મહાપૂજા તથા વિશિષ્ટ દર્શન માટે પ્રસિદ્ધ છે. ઘી નદીના કાંઠે ત્રણ શિવલીંગવાળા રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, તેલી નદી પાસે સુખનાથ મહાદેવ, ટેકરી પર બીરાજતા જડેશ્વર મહાદેવ, શીરેશ્વર મેળો જયાં થાય છે તે શીરેશ્વર મહાદેવ ગ્રામ્ય પંથકમાં રામનગરમાં અખંડ ધૂણાવાળા બાલનાથ મહાદેવ, ભાતેલમાં સ્ટેશન માસ્તર વતી ફરજ બજાવેલાના ઐતિહાસિક ભોળેશ્વર મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ જે ૬ઠ્ઠી સદીમાં બનેલું પ્રાચીન શિવ મંદિર છે. ભાણવડ પાસ પાંડવોના અજ્ઞાતવાસના સમયના ઈન્દ્રેશ્વર મહાદેવ તથા બરડાડુંગરમાં બિરાજતા કિલેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, બીલેશ્વર મહાદેવ, બજાણા ગામના કાશી વિશ્વનાથ મહાદેવ, સો ટકા મુસ્લિમ વસ્તીના કોટા ગામના કોટેશ્વર મહાદેવ, વડત્રા ધીંગેશ્વર મહાદેવ, મોડપર પાસે તુંગેશ્વર મહાદેવ, સોડસલા નાગનાથ મહાદેવ, ભરાણા, ધીંગેશ્વર મહાદેવ, ભાણવડ પાસે ગોપના ડુંગરના ગોપનાથ મહાદેવ, ખંભાળિયા  મહાદેવવાડાના શિવ મંદિરો કે જ્યાં શ્રાવણમાસમાં સવાલાખ બીલીપત્ર ચડે છે. સોમવારથી શ્રાવણ માસ શરૂ થતો હોય ભકતો દ્વારા આજથી જ તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. કેટલાયે શિવ ભકતો આખો શ્રાવણમાસ દર્શન પૂજા યજ્ઞ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh