Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંધકામો ચાલુ હોઈ બિલ્ડરો દ્વારા રોડ પર પાણીના નીકાલ કરવા અંગે પણ નોટીસો ફટકારોઃ નગરસેવકોના નિરીક્ષનું શું ?
જામનગરના વિકસીત વિસ્તાર એવા વોર્ડ નંબર ૧૧ ત્રિ-મંદિરની પાછળના ભાગમાં ભૂગર્ભ ગટરનું કામપૂર્ણ કર્યા પછી ત્યાં મોટાભાગના રોડની પરિસ્થિતી અત્યંત ખરાબ થઈ ગઈ છે. હાલના સમયમાં આ વિસ્તાર વિકસીત હોય ત્યાંથી રાહદારીઓને નિકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. અહીં સ્ટ્રીટ લાઈટો માટે પણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ફરીયાદો કરવામાં આવી હતી પરંતુ જાણે તંત્ર કોઈનું સાંભળતું જ ના હોય તેવી પરિસ્થિતી છે. આ વિસ્તારમાં એલ-૩ અને એલ-૪ના કેટેગરીના વેરા કરી નાખવામાં આવ્યા છે તેમછતાં પણ આ વિસ્તારમાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં બિલ્ડીંગોના કામો પણ ચાલુ હોય બિલ્ડરો દ્વારા પાર્કિંગમાંથી નીકળતું પાણીનો નિકાળ પણ સીધો રોડ પર કરવામાં આવે છે જેના પરિણામે આ વિસ્તારમાં પાણીના ખાબોચીયા ભરાયેલા જ રહે છે. એક બાજુ શહેરમાં કોલેરા-ચાંદીપુરા જેવા વાયરસે ભરડો લીધો છે ત્યારે આ વિસ્તારમાં સફાઈનો પણ અભાવ હોય તો બિલ્ડોરોને પણ કોઈ નોટીસો ફટકારી તેના વિરૂદ્ધ પણ આકરા પગલાં ભરવાની ત્યાંના રહેવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે. વોર્ડ નંબર ૧૧ના રહેવાસીઓ દ્વારા અસંખ્ય વખત ફરીયાદો-રજુઆતો કરવામાં આવી છે તો આ વિસ્તારના નગર સેવકો દ્વારા જાત નિરીક્ષણ કરી અને આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા રહેવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial