Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ કાલાવડના મકાજી મેઘપર ગામ તરફ જતી ખેતીવાડી ફીડરની વીજલાઈનમાંથી ગુરૂવારે રાત્રે કોઈ શખ્સો રૂા.૪૦ હજાર ઉપરાંતનો ૧૨૦૦ મીટર વીજ વાયર કાપી ગયા છે. વીજ કંપનીના અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામથી પીઠડીયા ગામ તરફ જવાના રસ્તા પર નાની નાગાજણ ગામના પાટીયા પાસેથી મકાજી મેઘપર તરફની ખેતીવાડી ફીડરની વીજલાઈન માંંથી ૧૨૦૦ મીટર વીજ વાયર કોઈ શખ્સો કાપી ગયા છે. તેવી ફરિયાદ વીજ કંપનીના કર્મચારી ગૌરાંગ કુવારડાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.
ઉપરોેક્ત વીજલાઈનમાંથી ૫૫ એમએમનો અને અંદાજે રૂા.૪૦,૭૯૩ની કિંમતનો વીજ વાયર ગુરૂવારની રાત્રે કાપી લેવાયો છે. પીએસઆઈ આર.વી. ગોહિલે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, ઈલેકટ્રીક સિટી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial