Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાથરૂમમાં તબીયત લથડતા યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૩ઃ જામનગરના ચેલામાં એક ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી હતી. જ્યારે સવારે બાથરૂમમાં ગયેલા એક યુવાનની તબીયત લથડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત કલ્યાણપુરના ભોગાત ગામના ખેડૂતને પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો ભરખી ગયો છે.
જામનગર-લાલપુર માર્ગ પર ચેલા ગામમાં વિમલભાઈ ખીમજીભાઈ નકુમ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા ભાવસિંગ પ્રમસિંગ મંડલોઈ (ઉ.વ.ર૭) નામના આદિવાસી યુવાન ગઈ તા.૨૦ની સાંજે ખેતરમાં કામ કરતા હતા.
આ વેળાએ તેમના પર અચાનક જ આકાશી વીજળી ત્રાટકતા આ યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ભાવસિંગનું મૃત્યુ નિપજ્યાનું સાવન વેસ્તાભાઈ વસુનિયાએ પોલીસમાં જાહેર કર્યું છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા યુવરાજસિંહ દિલીપસિંહ પીંગળ (ઉ.વ.૨૭) નામના યુવાન ગયા શનિવારે સવારે પોતાના ઘરે બાથરૂમમાં હતા ત્યારે તેઓની તબીયત બગડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ થયાનું નાનાભાઈ પૃથ્વીરાજ સિંહ પીંગળે જાહેર કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામની સીમમાં રહેતા સુવા નુંધાભાઈ દેવાભાઈ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર જગુભાઈ સુવા એ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial