Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસગૃહ તથા લાલપુરમાં બે અકસ્માતઃ
જામનગર તા. ૩ઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં ઈ-બાઈક સાથે મોટરસાયકલ ટકરાઈ પડતા એક તરૂણને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે વિકાસ ગૃહ પાસે બે સ્કૂટર ટકરાતા એક વૃદ્ધ ઘવાયા છે. લાલપુરમાં મહિલાને મોટરનો ચાલક ઠોકર મારીને નાસી ગયો છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે ઈન્દિરા કોલોનીમાં રહેતા રાજેશભાઈ જેઠાભાઈ શેખવાનો પુત્ર ધર્મરાજ ગુરૂવારે બપોરે ઈ-બાઈક લઈને ખોડિયારકોલોની પાસેથી પસાર થતો હતો ત્યારે જીજે-૧૦-ડીજી ૯૦૪૨ નંબરના બાઈકના ચાલકે તેને ઠોકર મારી દેતાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ધર્મરાજને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજેશભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના જનતા ફાટકથી ગોકુલનગર તરફ જવાના રસ્તા પર આવેલા સરદાર પટેલ ભવનમાં રહેતા પ્રાગજીભાઈ ગગજીભાઈ કોળી નામના વૃદ્ધ ગયા મંગળવારે વિકાસગૃહ રોડ પરથી જીજે-૧૦-બીડી ૧૨૦ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએસ ૩૬૫૦ નંબરના સ્કૂટરના ચાલકે અકસ્માત સર્જતા હાથ-પગમાં ઈજા પામેલા પ્રાગજીભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. લાલપુર શહેરના ધરાર નગરમાં રહેતા મુમતાઝબેન હુસેનભાઈ ધુધા નામના મહિલા મંગળવારે લાલપુરમાં રેલવે ફાટક પાસેથી જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએન ૫૬૫૬ નંબરની મોટરના ચાલકે તેઓને હડફેટે લઈ ફંગોળ્યા હતા. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે મુમતાઝબેને ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial