Advertisement
Author: નોબત સમાચાર

નગરની એડવર્ટાઈઝ પેઢીએ મુંબઈની પેઢી સામે કરી વસૂલાતની દરખાસ્ત

મુંબઈની પેઢીની ડિલે કોન્ડોન અરજી નામંજૂરઃ                   

જામનગર તા. ૩ઃ જામનગરની દર્શન પબ્લિસિટીએ મુંબઈની એક એડવર્ટાઈઝ પેઢી સામે પોતાની રકમ પરત મેળવવા કરેલો દાવો વ્યાજ તથા ખર્ચ સાથે મંજૂર થયા પછી મુંબઈની પેઢીએ વિલંબ માફ કરવાની અરજી સાથે અપીલ કરી હતી. અદાલતે વિલંબ માફની અરજી નકારી છે, નગરની પેઢીએ વસૂલાત માટે દરખાસ્ત કરી છે.

જામનગરમાં એડવર્ટાઈઝ અંગે વ્યવસાય કરતા દર્શન ઠક્કર દ્વારા પોતાની પેઢી દર્શન પબ્લિસિટી મારફત મુંબઈના એક અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવવા માટે મુંબઈની ટેન્ડર એડવર્ટાઈઝ નામની પેઢી વાળા નરેશ એમ. જોબનપુત્રા સાથે સંપર્ક કરાયો હતો અને જાહેરાતના એડવાન્સ પેમેન્ટ માટે રૂા.૩ લાખ ૫૬ હજાર ચૂકવાયા હતા.

ત્યારપછી આ રકમ જે તે અખબારને મળી ન હોવાનું કહેવાતા જાહેરાત પ્રસિદ્ધ કરાવવા દર્શન પબ્લિસિટી દ્વારા બીજી વખત પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને ટેન્ડર એડવર્ટાઈઝને તેની જાણ કરી ચૂકવાયેલી રકમ પરત માંગવામાં આવી હતી. તેમ છતાં પેમેન્ટ ન કરાતા દીવાની અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. તે દાવો ખર્ચ, વ્યાજ સાથે મંજૂર થયો હતો.

તે પછી લાંબો સમય વિત્યે મુંબઈની ટેન્ડર એડવર્ટાઈઝ પેઢીએ જિલ્લા અદાલતમાં ડિલે કોન્ડોન અરજી સાથે અપીલ કરાઈ હતી. તે અપીલ ૭૩૫ દિવસ મોડી થઈ હોવાથી તેને નામંજૂર કરવા માટે રજૂઆત કરાઈ હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે પ્રતિવાદીની અપીલ ફાઈલ કરી છે અને નગરની પેઢીએ પોતાની રકમની વસૂલાત માટે દરખાસ્ત દાખલ કરી છે. દર્શન પબ્લિસિટી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh