Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નજીક લઘુશંકા કરવા બાવળની ઝાળીમાં ગયેલા યુવાનને આવ્યો હાર્ટએટેક

જામનગર તા. ૩ઃ કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડીયા (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે સાંજે કાલાવડથી હરીપર જવા માટે બાઈક પર નીકળ્યા હતા. માર્ગમાં લઘુશંકા કરવા જવા માટે તેઓ કાલાવડથી પાંચેક કિ.મી. દૂર બાયો એનર્જી ફેક્ટરી પાસે ઉભા રહ્યા હતા.

તેઓ બાઈક સાઈડમાં રાખીને નજીકમાં આવેલી બાવળની ઝાળીમાં ગયા ત્યારે અચાનક જ હૃદયરોગનો હુમલો આવી જતાં અશ્વિનભાઈ ઢળી પડ્યા હતા. આ યુવાનને દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ દિલીપ સાટોડીયાએ પોલીસને જાણ કરી છે. કાલાવડના જમાદાર એસ.એસ. જાડેજાએ અપમૃત્યુની નોંધ કરી છે.

ખંભાળિયા નજીકના ધરમપુરમાં યોગેશ્વરનગરમાં મધુસુદન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ગાંધીનગરના વતની અને હાલમાં એસટી ડેપોમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ હરગોવિંદ ભાડે (ઉ.વ.૪૩) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મોતને શરણ થયા છે. તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું તેમના પત્ની કૈલાસબેન ભાડેએ પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh