Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુંઃ
ખંભાળીયા તા. ૩ઃ રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નાહવા પડતા વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવતી હોય છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનવા ના પામે તે માટે તકેદારી રાખવી જરૂરી છે. આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય, નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતાં દુર્ઘટનાઓ થતી હોય છે જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા ધ્યાને રાખી નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ ૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.
આ જાહેરનામું તા. ૩-૮-ર૪ થી તા. ૧-૧૦-ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ રર૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial