Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭ર વર્ષે આ પ્રકારનો યોગ આવતા શિવભકતો ખુશખુશાલ
ખંભાળીયા તા. ૩ઃ સોમવારથી શરૂ થતો શ્રાવણ માસ ૭ર વર્ષ પછી વિશિષ્ટ યોગ સોમવારે શરૂ અને સોમવારે પૂરો થશે.
ભારતના હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસ શિવનો માસ તથા પવિત્ર માનવામાં આવે છે તથા શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂઆત પ-૮-ર૪ થી મહાદેવના વાર સોમવારે શરૂ થતી હોય તથા સોમવારે જ શ્રાવણ માસ પૂરો થતો હોય ૭ર વર્ષ પછી આ યોગ થયો છે જેથી શિવ ભકતોમાં આનંદની લહેર છે.
૧૯પર પછી પહેલીવાર આ યોગ છે જે પ-૮-ર૪ ના શ્રાવણ માસ શરૂ થશે અને તેના ૩૦ દિવસ પૂરા થતા ૩-૯-ર૪ ના સોમવારે જ પવિત્ર માસ પૂરો થશે સામાન્ય રીતે દરેક માસમાં ચાર સોમવાર હોય પણ આ વખતે પાંચ સોમવાર છે. શિવજીનો અતિ પ્રિયવાર સોમવાર કે જે ચંદ્રનો વાર ગણાય છે તથા બાર જયોતિલીંગમાં પહેલું પણ સોમનાથ છે આ વખતના શ્રાવણ માસમાં અતિ મહત્ત્વના ત્રણ યોગ અમૃતસિદ્ધ યોગ, સવર્થિ સિદ્ધિ યોગ તથા પ્રીતિયોગનો ત્રિવેણી સંગમ પણ છે.
શ્રાવણ માસને સિદ્ધ માસ પણ કહે છે. શીવભકતો દ્વારા એક લોટા પાણી ચડાવતા પ્રસન્ન થતાં ભોળાનાથને રીઝવવા લોકો વિશિષ્ટ યજ્ઞ, ઘી, મહાપૂજા, શિવ પુરાણ, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ મહામંત્ર, શિવ પંચાસર મંત્ર, મહા મૃત્યુંજય જાય, શિવ તાંડવ સ્ત્રોતથી પૂજા પણ કરે છે તથા વાચન કરે છે.
આ વખતે શ્રાવણ માસમાં જ ગજ કેસરી યોગ ગુરૂચંદ્રનો થનાર છે ત્યારે શ્રાવણ માસને આવકારવા શીવ ભકતો તત્પર થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial