Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં મોબાઈલ પર એપમાં વર્લી મટકા રમતા શખ્સની કરાઈ અટકાયત

નાગર ચકલા પાસેથી વર્લીબાજ ઝડપાયોઃ

જામનગર તા. ૩ઃ જામનગરના નાગર ચકલા વિસ્તારમાં છાપીયા શેરીમાં ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા સોની વૃદ્ધને પોલીસે પકડી લીધા હતા. જ્યારે સિક્કામાં મોબાઈલમાં એક એપ પર વર્લી-મટકા રમતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના નાગર ચકલા વિસ્તારમાં છા૫ીયા શેરી પાસે ગઈકાલે સાંજે એક શખ્સ વર્લીના આંકડા લખતો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ખોડુભા, એન કે. ઝાલાને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી અશોકભાઈ ચુનીલાલ ભૂવા નામના વૃદ્ધને પકડી પાડ્યા હતા. તેમના કબજા માંથી રૂા.૧૧૩૦૦ રોકડા તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં દાવલશા પીર દરગાહ પાસે ગઈકાલે બપોરે પોતાના મોબાઈલમાં એક એપ પર વર્લી મટકા રમી રહેલા ઈસ્માઈલ હાજી સુંભણીયા નામના શખ્સને સિક્કા પોલીસે પડકી પાડ્યો હતો. તેના કબજામાંથી રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂા.૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh