Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષની ફરિયાદ પરથી પંદર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૩ઃ કલ્યાણપુરના ગાંધવીમાં એક ખેતરમાં વાછરડી ઘૂસી જવાના પ્રશ્ને ગુરૂવારે સાંજે બે બાવાજી જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ ૧૫ સામે ગુન્હો નોંધ્યો છે. આઠ વ્યક્તિને નાની મોટી ઈજા થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી, હર્ષદ ગામમાં રહેતા ભૂપતગર રામગર રામદતીના પિતરાઈ સંજયગરની વાછરડી નજીકમાં આવેલા શૈલેષગર બાવનગર મેઘનાથીના ખેતરમાં ઘૂસી જતાં શૈલેષે વાછરડી બાંધી લીધી હતી. તેને છોડાવવા માટે સંજયગરના પત્ની જતાં તેમની સાથે બોલાચાલી કરી અશોક ગર મનસુખગર મેઘનાથીએ ફોન કરી સંજયને કહ્યું. તે પછી ભૂપતગર અને અન્ય વ્યક્તિઓ સમજાવવા જતા શૈલેષ, સુરેશગર, અશોક તથા જગદીશગર રામગર, મનોજગર, મનસુખગર, ભરતગર, પ્રશાંતગર, જયકિશનગર મેઘનાથીએ ધોકા તથા પાઈપ વડે હુમલો કરી માર માર્યાે હતો. ભૂપતગર તથા મુકેશગરને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેની ફરિયાદ ભૂપતગરે નોંધાવી છે. તે ફરિયાદની સામે મનોજ ગર બાવનગર મેઘનાથીએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ખેતરમાં વાછરડી ઘૂસી જવાના પ્રશ્ને ઠપકો અપાતા નિકુલ, ભૂપતગર, સંજયગર, મુકેશગર, અજયગર, મયુરગરે પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. હુમલાના આ બનાવમાં બંને પક્ષના કુલ આઠ વ્યક્તિને ઈજા થઈ છે. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે અને કુલ ૧૫ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial