Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના માચ્છીમારો-પરિવારોને ભયંકર આર્થિક મુશ્કેલીઃ કાનૂની લડતની હીલચાલ

માચ્છીમારોને દરિયામાં જવા ઉપર પ્રતિબંધ ૧પ ઓગસ્ટ સુધી લંબાવાતા...

સલાયા તા. ૩ઃ ગુજરાત સરકારના મત્સ્ય વિભાગ દ્વારા માચ્છીમારોને દરિયામાં તા. ૧પ મી ઓગસ્ટ સુધી જવા ઉપર પ્રતિબંધ ફરમાવતા સલાયાના માચ્છીમારો-પરિવારો ભયંકર આર્થિક મુશ્કેલીમા મુકાઈ ગયા છે. માચ્છીમારી મંડળીની મિટિંગમાં આ મુદ્દે કાનૂની લડત આપવાનો નિર્ણય કરાયો છે.

સલાયામાં અંદાજે પ૦ હજાર જેટલી વસ્તી છે મોટાભાગના લોકો દરિયાઈ માચ્છીમારી કરી ગુજરાન ચલાવે છે. માછીમારીમાં દર વર્ષે ર મહિના ૧ જૂનથી ૧ ઓગષ્ટ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધિત હોય છે. માટે છેલ્લા ૬૦ દિવસથી માછીમાર ભાઈઓએ તદ્દન રોજગાર વગર કાઢ્યા પછી પહેલી ઓગસ્ટે દરિયામાં જવાની છૂટ મળશે એવી આશાએ તમામ તૈયારીઓ પૂરી કરી અને તંત્ર લીલીઝંડી આપશે એવી રાહત જોતા હતાં. તેવામાં ૩૧ જુલાઈએ રાત્રે મત્સ્યવિભાગ દ્વારા દરિયો ખેડવા ઉપર ૧પ ઓગસ્ટ સુધી રોક લગાવતો લેટર બહાર પડેલ છે. જેથી માછીમારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૬૦ દિવસથી કોઈ રોજગાર ના હોઈ એમના ઘર ચલાવવા પણ ભારે મુશ્કેલ બન્યા હતાં. અને એમાં ૧પ ઓગસ્ટ સુધી આ દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ થતાં એમની તથા આ માચ્છીમારીના ધંધા સાથે સંકળાયેલા હજારો લોકોને આર્થિક સંકટ વધ્યું છે.

સલાયા માછીમાર મંડળીના પ્રમુખ સિદિક જસરાયાની આગેવાનીમાં એક મિટિંગ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતાં. જેમાં જણાવાયું હતું. કે સલાયામાં ૬૬૮ જેટલી ફિશિંગ બોટો છે એક બોટમાં ૮ જેટલા માણસો છે, જેથી કુલ પ૩૪૪ જેટલા માણસો તથા ૯૮ જેટલા નાના મોટા મછીની ખરીદી કરતા દંગા વેપારીઓ છે. જેની અંદર કામ કરતા ૬૦૦૦ જેટલા મજદુરો અને આઈસ ફેકટરી અને એમાં કામ કરતા ર૦૦ જેટલા મજુરોએ સીધી કે આડકતરી રીતે મચ્છીમારી સાથે જોડાયેલ સુથાર, લુહાર, વેપારીઓ અનાજના વેપારીઓ લારીગલ્લા વગેરેના હજારો લોકોને ભારે આર્થિક સંકટ આવી પડ્યું છે.

આમ જોતાં અંદાજે ૧ર૪૦૦ જેટલા લોકોને આર્થિક સંકટ ઊભું થવા પામ્યું છે. માછીમાર ભાઈઓ અને એના સંગઠનોનો એવો આરોપ છે કે સંબંધિત વિભાગે માછીમારી કરતા સંગઠનો સાથે વાતચીત કે સલાહ સૂચનો કર્યા વગર છેલ્લે દિવસે રાત્રે આ લેટર બહાર પાડતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. આ મિટિંગમાં તમામ માછીમારોએ એક જ અવાજમાં કાયદાની રીતે લડી લેવા સુપ્રિમ કોર્ટ સુધી જવા માટે તમામ સત્તા સલાયા માછીમાર મંડળીના પ્રમુખ સિદ્દીક જસરાયાને આપત્તો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. આમ ભયંકર આર્થિક સંકટમાં આવી જતાં માછીમાર ભાઈઓ લડી લેવાના મૂડમાં છે. ૬૦ દિવસના બદલે ૭૬ દિવસ સુધી રોજગાર વગર પસાર કરવા કોઈપણ માટે અઘરું સાબિત થાય છે. માટે સરકાર દ્વારા આ બાબતે ફેર વિચારણા કરે તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh