Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીઃ
વલસાડ તા. ૩ઃ વાપીમાં ર૪ કલાકમાં ૭ ઈંચ વરસાદ થયો છે, અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થતા ૪પ રસ્તાઓ બંધ થયા હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં વાપીમાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના ૪પ મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
વાપીમાં છેલ્લા ર૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વાપી નગરપાલિકાના રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કપરાડામાં ૬.૩ ઈંચ, પારડ ૪.૬ ઈંચ, ધરમપુર ૪ ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૭ર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (ત્રીજી ઓગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહિસાગર જિલ્લામાં તો વોર્નિંગ જાહેર કરવામાં આવેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial