Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરે જમીન પણ નામે કરી આપવાની દાટી મારીઃ
જામનગર તા. ૩ઃ ખંભાળિયાના એક આસામીએ ૧૮ વર્ષ પહેલાં રૂા.૫૦ હજાર દસ ટકાના વ્યાજે લઈ અત્યાર સુધીમાં રૂા.૧૦ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી વ્યાજખોરે રૂા.૫૦ લાખ આપવા અથવા જમીન પોતાના નામે કરી આપવાનંુ કહી આ આસામી તથા તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં સલાયા ફાટક પાસે રહેતા લગધીરભાઈ સામાભાઈ ભોજાણી નામના વૃદ્ધે વર્ષ ૨૦૦૬માં રૂા.પ૦ હજાર ગાયત્રીનગરમાં રહેતા દેવુભાઈ ખીમાભાઈ રૂડાચ પાસેથી દસ ટકાના વ્યાજે લીધા હતા. તે રકમનું અત્યાર સુધીમાં રૂા.૧૦ લાખ ચૂકવી આપવામાં આવ્યું છે. મુદ્દલની લેતીદેતી વખતે લગધીરભાઈએ ભાડથરમાં આવેલી જમીન અંગે નોટરી સમક્ષ લખાણ કરાવાયું હતું.
મુદ્દલ કરતા ૨૦ ગણી રકમ વ્યાજ પેટે ચૂકવી આપી હોવા છતાં વધુ વ્યાજની માગણી કરાતી હતી. તે દરમિયાન દોઢેક મહિના પહેલા લગધીરભાઈ તેલી નદી પાસેથી જતા હતા ત્યારે માર્ગમાં દેવુભાઈએ રોકી લઈ વ્યાજ સાથે રૂા.૫૦ લાખ થઈ ગયા છે તેમ કહી ભાડથરમાં આવેલી ખાટલાધારવાળી જગ્યા નામે કરી આપ તેમ કહી લગધીર ભાઈ તથા તેમના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. ખંભાળિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial