Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાત્કાલિક અસરથી મૂળ કેડરમાં પરત મોકલાયાઃ
નવી દિલ્હી તા. ૩ઃ પાકિસ્તાન-બાંગલાદેશની સરહદો સંભાળતા બીએસએફના ડીજી અને સ્પેશિયલ ડીજી બન્નેને એકસાથે હટાવી દેવાયા છે.
કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા બીએસએફના ડીજી અને સ્પેશિયલ ડીજી બન્નેને તેમના વર્તમાન પદ પરથી હટાવી દીધા છે. કેન્દ્ર સરકારે બન્ને અર્ધલશ્કરી દળોના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના મૂળ કેડરના રાજ્યોમાં પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.
પાકિસ્તાન અને બાંગલાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષા માટે જવાબદાર સુરક્ષા દળ બીએસએફના ડીજી અને સ્પેશિયલ ડીજી બન્નેને હટાવી દેવામાં આવ્યા છે. સરકારે બન્નેને તાત્કાલિક અસરથી તેમના પેરેન્ટ કેડરમાં મોકલી દીધા છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સના ડીજી નીતિન અગ્રવાલને તેમના કાર્યકાળના મધ્યમાં અહીંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના વતન રાજ્ય કેડર કેરળમાં પાછા મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે બીએસએફના વિશેષ ડીજી વાયબી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના વતન રાજ્ય કેડરમાં મોકલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ગઈકાલે જારી કરાયેલા બન્ને અલગ-અલગ આદેશોમાં બીએસએફ ડીજી નીતિન અગ્રવાલને લઈને, એવું કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ કેરળ કેડરના ૧૯૮૯ બેચના આઈપીએસ અને બીએસએફ ડીજી અગ્રવાલને તાત્કાલિક અસરથી તેમના મૂળ રાજ્ય કેડરમાં પાછા મોકલવાનો નિર્ણય કર્યો છે, આ કિસ્સામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તેમને સમય પહેલા તેમના મૂળ રાજ્ય કેડરમાં પાછા મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સમિતિએ આ પ્રસ્તાવને મંજુરી આપી અને તેમને કેરળ પાછા મોકલવાની મંજુરી આપી. આઈપીએસ અગ્રવાલે ગયા વર્ષે જૂનમાં બીએસએફના ડીજી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
એ જ રીતે કેબિનેટની નિમણૂક સમિતિએ ઓરિસ્સા કેડરના ૧૯૯૦ બેચના આઈપીએસ અને બીએસએફના વિશેષ ડીજી વાયબી ખુરાનિયાને તેમના પેરેન્ટ કેડરમાં પાછા મોકલવાનો આદેશ પણ પસાર કર્યો છે. આ દરખાસ્ત ગૃહ મંત્રાલય દ્વારા પણ આપવામાં આવી હતી જેને સમિતિએ મંજુરી આપી હતી. ખુરાનિયા સ્પેશિયલ ડીજી (વેસ્ટ) તરીકે પાકિસ્ન બોર્ડર પર બીએસએફનું નેતૃત્વ કરી રહ્યા હતાં.
બીએસએફના આ બે ટોચના અધિકારીઓને તેમના પેરેન્ટ કેડરમાં પાછા મોકલવાના આદેશ અંગે હાલમાં કોઈ અધિકારી કંઈપણ કહેવા તૈયાર નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આતંકવાદી હુમલા વધ્યા છે, આ નિર્ણયો કદાચ તેને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial