Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ સ્લોટ વધારવા માંગણી

પૂર્વ નગરસેવક દ્વારા રજુઆત

જામનગર તા. ૩ઃ જામનગરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટેના સ્લોટની સંખ્યામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારએ જામનગરના આરટીઓ, રાજ્યના વાહન વ્યવહાર કમિશનર, મુખ્યમંત્રી વિગેરેને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે જામનગરની આરટીઓ કચેરીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઈવીંગનો સ્લોટ ખૂબ જ ઓછો છે. આથી વાહનચાલકોને સમયસર લાયસન્સ મળતા નથી. જ્યારે જુનાગઢ, પોરબંદર,દ્વારકામાં આવી સમસ્યા જ નથી. ત્યારે જામનગરમાં અનેક દિવસો સુધી ડ્રાઈવીંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ મળતી નથી. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh