Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં એવરત-જીવરત વ્રતનો પ્રારંભઃ વ્રતધારી બહેનો દ્વારા માતાજીની ભક્તિ ભાવ સાથે કરાઈ પૂજાવિધી

છોટીકાશી તરીકે વિખ્યાત એવા જામનગર શહેરમાં આજે એવરત-જીવરતના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીબજારમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરમાં આજ સવારથી જ અસંખ્ય વ્રત ધારી બહેનોએ માતાજીની ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી હતી અને વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રતનો મહિમાં એવો છે કે, દિવાસાથી જપ, તપ અને વ્રતની સિઝનનો સમયગાળો શરૂ થયો છે ત્યારે અષાઢ મહિનાના અંતિમ દિવસ ચૌદસ અને અમાસ પરિણીતા બહેનો માટેનું એવરત-જીવરત વ્રત કહેવામાં આવે છે અને દિવાસાના જાગરણ તરીકે પણ ઓળખાય છે. અષાઢ મહિનાની અમાસની રાત્રિથી બીજા દિવસે પાવનકારી શ્રાવણ માસના પ્રારંભની સાંજ સુધી આ દિવાસાના જાગરણની ઉજવણી કરવામાં આવે છે. દોઢ દિવસનું આ વ્રત હિન્દુ ધર્મમાં સૌથી મોટું જાગરણ ગણવામાં આવે છે. પરિણીતા વ્રત ધારી બહેનો દ્વારા આખો દિવસ ઉપવાસ કરી એવરત માતા, જીવરતમાતા, અજયામાતા અને વિજયા માતાની આસ્થાભેર પૂજા કરવામાં આવે છે અને માતાજીના પરચાની વાર્તા સાંભળવામાં આવે છે. આ પર્વની ઉજવણી સાથે હિન્દૂ ધર્મના અનેક વિધ પર્વાેનો પ્રારંભ થાય છે દિવાસાથી શરૂ થતાં પર્વાે છેક લાભ પાંચમએ પૂર્ણ થાય છે. આ દરમ્યાન ૧૦૦ જેટલા પર્વાેની પરંપરાગત રિતે હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે તેના કારણે જ દિવાસાને ૧૦૦ પરબનો માસો કહેવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh