Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કતરાઈને જોવાના પ્રશ્ને વૃદ્ધ પર હુમલોઃ
જામનગર તા. ૩ઃ જામનગરના એક વૃદ્ધ પર ત્રણ શખ્સે તારા પુત્ર કેમ કતરાઈ છે તેમ કહી ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. જ્યારે ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં ઘર પાસે બાઈક રાખવાના પ્રશ્ને બે પાડોશી વચ્ચે મારામારી થતાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ બાવામિંયા બુખારી નામના વૃદ્ધને ગઈરાત્રે એકાદ વાગ્યે મહંમદ સેફ મહેમુદ સૈયદ અને સારીક મકબુલ સૈયદ, મનસુર વ્હોરા નામના ત્રણ શખ્સે તારા દીકરા અમારી સામે કેમ કતરાઈ છે તેમ કહી ઝઘડો કર્યા પછી ઢીકાપાટુથી માર મારી ગાળો ભાંડી હતી અને પતાવી દેવાની ધમકી આપી હતી.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધંુવાવમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા ઈશાક નાસીરભાઈ બાગુગાના ઘર પાસે તેઓ પોતાનું બાઈક ન રાખે અને સાફ સફાઈ ન કરે તે માટે પાડોશી અશોકસિંહ દેવુભા જાડેજા તથા તેમના પત્ની રંજનબા અને પુત્ર યુવરાજ હેરાન કરતા હતા. તે પછી ગયા સોમવારે રાત્રે ઈશાકભાઈ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે માર્ગમાં ત્રણેય વ્યક્તિએ તેઓને રોકી લઈ ઝઘડો કર્યા પછી પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો, વચ્ચે પડનાર તેમના પત્ની તાહેરાબેનને પણ પાઈપ ઝીંકી દેવાયો હતો. ઈશાકભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તે ફરિયાદની સામે અશોકસિંહ દેવુભાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ઘર પાસે બાઈક રાખવાના પ્રશ્ને ઝઘડા કરતા ઈશાક નાસીર ભાગુગાએ ગયા સોમવારે ધારીયા સાથે ધસી આવી અશોકસિંહના પત્નીને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી સોમવારે રાત્રે ઈશાકને શોધવા માટે અશોકસિંહ, યુવરાજ અને રંજનબા જતા ત્યાં મળી ગયેલા ઈશાકે ઝઘડો કરી પોતાની પાસે રહેલુ ધારીયુ અશોકસિંહના માથામાં ફટકાર્યું હતું. પોલીસે બંને ફરિયાદ પરથી એક મહિલા સહિત ચારેય સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial