Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીના શિવાલયોમાં શ્રાવણનો ઝળહળાટઃ રોશનીનો ભવ્ય શ્રૃંગારઃ ભક્તોમાં ઉત્સાહ

શ્રાવણના આરંભે અને સમાપનના દિને સોમવાર હોવાનો દુર્લભ સંયોગ

'છોટીકાશી' જામનગરમાં ભક્તો શિવ આરાધના માટે આતુરતાથી શ્રાવણ મહિનાની પ્રતિક્ષા કરતા હોય છે. સોમવારથી શ્રાવણ મહિનો આરંભ થઈ રહ્યો છે ત્યારે શહેરના વિવિધ પ્રાચીન અને પ્રસિદ્ધ શિવાલયો રંગબેરંગી રોશનીથી ઝળહળ થયા છે. જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર તથા શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે રોશનીનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો છે. શિવભક્ત એસ.કે. ડેકોરેટર્સવાળા કેવલ ચંદ્રેશભાઈ કામદાર તથા સોનુ ચંદ્રેશભાઈ કામદાર દ્વારા વિવિધ મંદિર પરીસરને સુશોભિત કરવામાં આવ્યા છે. નગરના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પણ શ્રાવણ મહિનાના ભક્તિ ઉત્સવનો ઝળહળાટ જોવા મળે છે. નગરના અન્ય શિવાલયોમાં પણ શ્રાવણ મહિના નિમિત્તે વિવિધ ઝાંખીઓના દર્શન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શ્રાવણ મહિનાની સુદ એકમ સોમવારે છે અને અમાસ પણ સોમવતી અમાસ હોય, શ્રાવણ મહિનાનો આરંભ અને સમાપન બન્ને સોમવારે થતા હોવાનો દુર્લભ સંયોગ રચાયો છે. ૭ર વર્ષ પછી એટલે કે, સાત દાયકા પછી આ શુભ યોગ આવ્યો હોવાનું પંડિતોનું મંતવ્ય છે. જેને પગલે ધર્મપ્રેમી 'છોટીકાશી' ના ભક્તોમાં પણ શિવ આરાધનાનો ઉત્સાહ બેવડાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh