Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીલંકાના કોલંબોમાં ૭મી ઓગસ્ટે એવોર્ડ સમારંભમાં ત્યાંના પૂર્વરાષ્ટ્રપતિ અને પીએમના હસ્તે કરાશે અર્પણ
જામનગર તા. રઃ જામનગરના અને વિશ્વવિખ્યાત વાસ્તુશાસ્ત્રી ડો. લાયન નરેન્દ્ર ભેંસદડિયા, આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક વિજેતા, પ્રતિષ્ઠિત યુનિવર્સલ મેરિટ એવોર્ડ-ર૦ર૪ શ્રીલંકા માટે નામાંકિત થયા છે. એવોર્ડ સમારંભ ૭ મી ઓગસ્ટ ર૦ર૪ ના શ્રીલંકામાં બીએમ-આઈસીએચ કોલંબોમાં યોજાશે. મુખ્ય અતિથિ તરીકે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મહામહિમ મહિન્દા રાજ્યપક્ષના વરદ હસ્તે એનાયત થશે. ઓલસો ગ્રુપના સ્થાપક પ્રો. કાર્તિક રાવલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પિરામીડ વાસ્તુમાં વિશેષતા પ્રાપ્ત કરી છે અને વિશેષ ઉર્જા વાસ્તુ વિકસાવી છે. તેઓ વાસ્તુ કુંડલી બનાવવા માટે જાણીતા છે, જે વિશ્વમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવેલ એક અનન્ય ખ્યાલ છે.
ડો. ભેંસદડિયાને ભૂત વિશ્લેષક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ દસ પુસ્તકોના લેખક છે તેમની પ્રશંસામાં ૧પ સુવર્ણ ચંદ્રકો, નવ લાઈફ ટાઈમ પુરસ્કારો અને પાંચ પીએચડી અને માનવ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે અને ઈજિપ્ત વાસ્તુ કાર્યશાળામાં યુનિક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (યુકે)પણ ધરાવે છે. પૂરા ભારતમાંથી માત્ર ર૦ લોકો જ આ યુનિવર્સલ મેરીટ એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. પિરામીડ વાસ્તુમાં નિપુણતા, સામાજિક કાર્ય તેમજ ૧પ૧ વખત રકતદાન આપવા બદલ ગુજરાત સરકાર દ્વારા શેર દિલ ગુજરાત એવોર્ડ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને શત વીર ગુજરાત એવોર્ડ તેમની બહુપક્ષીય કુશળતા એક આધ્યાત્મિક ઉપચાર, રેકી ગ્રાન્ડ માસ્ટર, જિયોપેથિક સલાહકાર, અંકશાસ્ત્રી અને વાસ્તુ કુંડલીના સંશોધક અને સલાહકાર તરીકે વિસ્તરે છે. તેઓ જીતેન પિરામિડના સંચાલક પણ છે. અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા નરેન્દ્ર ભેંસદડિયા લાયન્સ કલબ ઓફ જામનગરના સ્થાપક પ્રમુખ અને લાયન્સ ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર જે ના ઓરિયટેસન ચેરપર્સન છે. બાપાના હુલામણા નામથી પ્રખ્યાત ૪૦ વર્ષથી પર્યાવરણ અને સાહસિક પ્રવૃત્તિમય રહેતા ડો. નરેન્દ્રભાઈ ભેંસદડીયાને મિત્ર પરિવાર શુભેચ્છાઓ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial