Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા
જામનગર તા. ૩ઃ જામનગરના મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા એલજી એક્સ્પો-ર૦ર૪ નો કાર્યક્રમ આરામ હોટલમાં યોજાયો હતો. આ એક્સ્પો ખાસ કરીને આર્કિટેક્ટ્સ, ઈન્ટિરિયર ડિઝાઈનર્સ અને બિલ્ડર્સ સમુદાય માટે આયોજિત કરવામાં આવ્યો હતો. એ સંદર્ભે બહોળી સંખ્યામાં પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોની પણ ઉપસ્થિતિ રહી હતી.
આ એક્સ્પોમાં એલજી બેસ્ટશોપ મહાવીર ઈલેક્ટ્રોનિક્સે નવીનત્તમ એલજી પ્રોડક્ટ્સ અને ટેનકનોલોજીનું પ્રદર્શન કર્યું, જેમાં ૬પજી૪ ઓએલઈડી ટીવી અને મુડઅપ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટરનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સને આર્કિટેક્ટ્સ સમુદાય સામે રજૂ કરવામાં આવ્યા હતાં.
એલજી ઓએલઈડી ૬પજી૪, જે ઈન્ડિયા કક્ષાએ લોન્ચ કરવામાં આવ્ય્ છે. તેની વિશેષતાઓમાં ઓએલઈડી ઈવીઓ ૪કે ડિસ્પ્લે, ૧૪૪એચર રિફ્રેશ રેટ, અને એ૧૧ એઆઈ પ્રોસેસર ૪કે સમાવેશ થાય છે અને એ દુનિયાના ટોપ ટીવીમાં સમાવેશ છે.
મુડઅપ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટરની મુખ્ય વિશેષતામાં કલર ચેન્જિંગ પેનલ્સ, બિલ્ટ-ઈન બ્લૂટૂથ સ્પીકર્સ, ઈન્સ્ટાવ્યૂ ડોર-ઈન-ડોર, અને એઆઈ થીન્ગક્યુ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ રેફ્રિજરેટરમાં હાઈજેન ફ્રેશ+ટીએમ, સ્માર્ટ ઈન્વર્ટર કમ્પ્રેસર, અને ડોરકૂલિંગ+ટીએમ જેવી સુવિધાઓ છે. બીઈઈ રેટિંગ-૩ સ્ટાર સાથે આવે છે. આ સુવિધાઓ ઘરેલુ ઉપયોગકર્તાઓને બેહતરીન આરામ અને સુવિધા પ્રદાન કરે છે.
એક્સ્પોમાં અનેક સ્ટોલ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતાં, જેમાં સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર્સ, એલઈડી ટીવી, ઓએલઈડી ટીવી, ઓબજેક્ટ કલેક્શન, વોશિંગ મશીન્સ, જેમાં વોશ ટાવર, ફ્રન્ટ લોડ, ટોપ લોડ, અને એક્સબુમ કેટેગરીની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ૧ર૦ થી વધુ મહેમાનોને આ ઉત્પાદનોની માહિતી આપવામાં આવી, જેથી તેઓ તેમના ગ્રાહકોને વધુ સચોટ રીતે માર્ગદર્શન આપી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial