Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોગચાળો સતત વકરી રહ્યો છે...
જામનગર તા. ૩ઃ જામનગર સહિત હાલારમાં રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને જીવલેણ ચાંદીપુરા અને કોલેરાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં ચાંદીપુરાના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જ્યારે કોલેરાના પણ ત્રણ કેસ નોંધાયા હતાં. આ તમામ છ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૯ માસની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પછી જામનગર તાલુકાના લોઠીયા ગામના પાંચ વર્ષના બાળક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ૧૩ વર્ષના બાળકને ચાંદીપુરા રોગ જેવા લક્ષણો જોવા મળતા તેમણે પણ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્રણેય દર્દીના જરૂરી નમુના લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોલેરાના રોગચાળો પણ ધીમા પગલે વકરી રહ્યો છે. ગઈકાલે વધુ ત્રણ વ્યક્તિઓને ઝાડા-ઉલ્ટી થતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. આમ આરોગ્ય સહિત જામનગર મહાનગરપાલિકા તંત્રની વ્યાપક કોશિશ છતાં કોલેરાનો રોગ અંકુશમાં જોવા મળતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial