Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ માટે અપાઈ વિગતો

ગુપ્ત માહિતી જાહેર ન કરવા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા અનુરોધઃ

ખંભાળિયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા ગઈકાલે એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં સાયબર ક્રાઈમ અંગે નાગરિકો સુધી વિગતો પહોંચાડવા માટે અપીલ કરાઈ હતી.

પત્રકાર પરિષદમાં માહિતી આપતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે, હાલમાં સ્માર્ટ ફોન તથા નેટના વધેલા ઉપયોગ વચ્ચે ઓનલાઈન ફ્રોડનું પ્રમાણ વધ્યું છે. સ્પામ ઈ-મેઈલ મોકલી અથવા નકલી વેબસાઈટ દ્વારા વપરાશકર્તાની માહિતી મોકલી તેનો દૂરઉપયોગ, બેંક વિગતો ક્રેડીટ-ડેબીટ કાર્ડની ઓળખ ચોરી તેનો દૂરઉપયોગ, કોમ્પ્યુટરમાં રચાયેલા 'માલવેર' સોફ્ટવેરનો ઉપયોગ કરી વપરાશકર્તાની માહિતી મેળવી તેને આર્થિક નુકસાન કરવું, એટીએમ ચીટ, મેસેજ કે ઈ-મેઈલ મોકલીને અધિકૃત સ્ત્રોતમાંથી તેને મોકલવામાં આવ્યો હોય તેવું લાગે તેમ કરીને છેતરપિંડી કરાતી હોય, લોકોને સતત જાગૃત રહેવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે અપીલ કરી છે અને છેતરપિંડી થાય કે તુરત જ ઓનલાઈન પોર્ટલ, સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવા તથા પાસવર્ડનો ઉપયોગ, સતત સિસ્ટમ અપડેટ, ગોપનીય માહિતી કોઈને ન આપવી, અજાણ્યા મેસેજ ખોલવા નહીં, લીંક ઓપન ન કરવી વગેરે સાવચેતી રાખવી જોઈએ અને સોશિયલ મીડિયા મારફત મળતી મેસેજ લીંકનો ઉપયોગ કરવામાં પણ પૂરતી સાવધાની જરૂરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને આઠ લાખ પરત અપાવવામાં સફળતા

કોઈપણ નાગરિક સાથે સાયબર ક્રાઈમ આચરવામાં આવે અને તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસને કરવામાં આવે તો નવી ટેકનોલોજી મુજબ ફરિયાદના પગલે જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. તેથી તપાસમાં વેગ મળી રહ્યો છે. રાજ્યમાં આવી રીતે સાયબર ક્રાઈમની કરાયેલી ફરિયાદ પછી કેટલાક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા જેમાંથી તાજેતરમાં ૨૮ હજાર બેંક એકાઉન્ટ પૂર્વવત કરી દેવાયા છે. તેની સાથે જ દ્વારકા જિલ્લામાં છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિઓને તેમના રૂા.૮ લાખ પરત અપાવવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh