Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેશનકાર્ડના 'ઈ-કેવાયસી' અંગે કલેક્ટરની સૂચના

ખંભાળીયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટણીયા દ્વારકા તથા ખંભાળીયાના પ્રાંત અધિકારીઓ કે.કે. કરમટા, એચ.બી. ભગોરા દ્વારા જિલ્લાના ચારેય તાલુકાઓના લોકોને રેશનકાર્ડ ઈ.કે.વાય.સી. અંગે સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે જિલ્લાના ચારેય તાલુકાઓમાં મામલતદારો દ્વારા આ અંગે ખાસ આયોજન કરાયું છે. તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે જોડીને ઈ.કે.વાય.સી. કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું છે.

દરેક રેશનકાર્ડ ધારકો આ કામગીરી માય રેશનએપ મોબાઈલ એપ પર જઈને જાતે કરી શકે છે. આધારકાર્ડ સાથે મામલતદાર કચેરીએ જઈને પણ કરી શકે છે. વિશેષ જાણકારી અથવા મદદ માટે નજીકની મામલતદાર કચેરી કે વ્યાજબી ભાવની દુકાનદારનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh