Advertisement
Author: નોબત સમાચાર

અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને વાઈસ ચેરમેન પદે કાંતિભાઈ પરમાર નિમાયા

હાલમાં ભાજપની બહુમતી

અમદાવાદ તા. ૧૪ઃ અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે વિપુલ પટેલ અને કાંતિ સોઢા પરમારની વરણી કરવામાં આવી છે. આ પહેલા રામસિંહ પરમારનું એકહથ્થું શાસન રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત પ કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. આ બાબતે ચરોતર પંથકનું રાજકારણ વાતાવરણ ગરમાયું હતું. મળતા અહેવાલો મુજબ વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઈસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

આ પહેલા રામસિંહ પરમારનું એકહથ્થું શાસન રહ્યું છે, પરંતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત પ કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક એમ.એસ. પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઈ છે.

થોડા દિવસ પહેલા જ અમૂલ ડેરીના એમડી પદ્દેથી આર.એસ. સોઢીનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. આર.એસ. સોઢી ર૦૧૦ થી અમૂલના એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતાં. ઘણાં આવનારા પ્રોજેક્ટમાં પણ તેમની મહત્ત્વની જવાબદારી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh