Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૪ મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણીઃ
જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી તમામ સંસ્થાઓએ સાથે મળીને નગરના આંગણે આવેલ લીાવતી નેચર ક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરમાં દેશનું પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું હતું. જેમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમણિકભાઈ કે. શાહ, ટ્રસ્ટી ચંદુભાઈ શાહ, ડો. ભરતેશભાઈ શાહ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની વિવિધ કમિટીઓના સભ્યો, તમામ સંસ્થાના આચાર્યો, સુપરવાઈઝરો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતની આન, બાન અને શાન સમા તિરંગાને ધ્વજવંદન કરીને ટ્રસ્ટી રમણિકભાઈ કે. શાહે શાબ્દિક સ્વાગત કરતા સૌને એક અને નેક બનીને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા હાકલ કરી હતી. તે પછી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળની અલગ અલગ સંસ્થાઓએ પોતપોતાની કલાની અભિવ્યક્તિ કરી હતી. જેના અંતર્ગત એન.સી.સી. યુનિટના શ્રી ગોસર હંસરાજ ગોસરાણી કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પરેડ રજૂ કરી હતી. જ્યારે સી.ઝેડ.એમ. જી.બી.સી.એ. કોલેજના વિદ્યાર્થીએ દેશભક્તિનું ગીત રજૂ કર્યું હતું. એલ.જી. હરિઆ સ્કૂલના વિદ્યાર્થી તેજસ મંગાણીએ પોતાની દેશદાઝ વ્યક્ત કરતા દેશના દરેક નાગરિકે જરૃર પડ્યે દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપવા પણ ખડે પગે તૈયાર રહેવું જોઈએ એવો મત પ્રગટ કર્યો હતો. ગોસર હંસરાજ ગોસરાણી કોલેજના એક વિદ્યાર્થીએ પણ પોતાની દેશભક્તિ પોતાના વક્તવ્યમાં રજૂ કરતા દેશની સરહદે ભારતીયોની નિગરાની કરતી સેનાને બિરદાવતા કહ્યું હતું કે તેઓ સતત જાગે છે એટલે જ આપણે આપણા ઘરમાં નિરાંતે ઊંઘી શકીએ છીએ. ત્યારપછી વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતની એક જુગલબંધીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આભારવિધિ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag