Advertisement
Author: નોબત સમાચાર

હાલારથી જૂનાગઢ માટે એસટીની વધારાની બસ સેવાનો પ્રારંભ

શિવરાત્રિ મેળાને અનુલક્ષીને

જામનગર તા. ૧૪ઃ આગામી શિવરાત્રિ મેળાને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા તા. ૧૪ થી ૧૮ સુધી જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.

જૂનાગઢના મહાશિવરાત્રિ મેળાને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા આજથી જૂનાગઢ માટેની એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી તા. ૧૮ સુધી ચાલુ રહેશે. જામનગરથી જૂનાગઢ (ભાડું રૃા. ૧૩૦), ખંભાળિયાથી જૂનાગઢ (રૃા. ૧પ૦), જામજોધપુરથી જૂનાગઢ (રૃા. ૧૧૦), દ્વારકાથી જૂનાગઢ (રૃા. ૧૯પ) અને ધ્રોળથી જૂનાગઢ (રૃા. ૧૩પ) આ બસો દોડાવવામાં આવી રહી છે.

જો એક જ ગ્રુપમાં પ૧ થી વધુ મુસાફરો ગ્રુપ બુકીંગ કરાવશે તો એસ.ટી. નિગમ દ્વારા બસ ફાળવવામાં આવશે. આ સેવાનો લાભ લેવા જામનગરના વિભાગીય નિયામકએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh