Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબો તથા તેમના સંતાનોનો સન્માન સમારંભ યોજાયો

જામનગરમાં તબીબી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયતઃ

જામનગર તા.૧૪ઃ જામનગરમાં તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન (આઇ.એમ.એ.) જામનગર દ્વારા એરપોર્ટ નજીક આવેલ પદમ બેન્કવેટમાં જામનગર શહેરનાં ડોક્ટરો તથા તેમનાં પરીવારજનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જી.જી. હોસ્પિટલ તથા એમ.પી.શાહ મેડિકલ કોલેજના યુ.જી. - પી.જી. અભ્યાસક્રમોમાં ઉત્તીર્ણ થયેલા તબીબી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં આઇ.એમ.એ. નેશનલના સેક્રેટરી જનરલ ડો. અનીલ નાયક, રાજકોટનાં ધારાસભ્ય તથા એમ.પી.શાહ મેડિકલ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડો. દર્શીતાબેન શાહ તથા ધોરાજીના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઇ પાટલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ઉપરાંત જામનગરના નવનિર્વાચિત બન્ને ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેઓનું પણ સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોક્ટરો તથા તેમના સંતાનો દ્વારા વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ રજૂ  કરવામાં આવ્યા હતાં.

સમગ્રા આયોજનને સફળ બનાવવા માટે આઇ. એમ.એ. જામનગરની કોર કમિટીમાં સમાવિષ્ટ નેશનલ આઇ.એમ.એ.નાં પૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો.વિજય પોપટ, આઇ.એમ.એ. જામનગરના પ્રેસિડેન્ટ ડો.અલ્પેશ ડી. ચાવડા તથા આઇ.એમ.એ. જામનગરની  ટીમ સેક્રેટરી ડો. હિતાર્થ રાજા, વાઇસ પ્રેસિડેન્ટ ડો. દિનકર સાવરીયા તથા ડો. ધવલ તલસાણીયા, જોઇન્ટ સેક્રેટરી ડો. કુરેશી તથા ડો. કુણાલ મહેતા, ટ્રેઝરર ડો. પૂજન શાહ, જોઇન્ટ ટ્રેઝરર ડો.કેવિન વિરાણી વગરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh