Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતપેદાશોના સારા ભાવ મળી રહ્યા છે..
જામનગર તા. ૧૪ઃ હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસોની મબલખ આવક હજુ પણ યથાવત જળવાઈ રહી છે. ગઈકાલે રાયડો, લસણ, કપાસ, અજમો, ધાણાં, મરચા વગેરેના જથ્થાની મબલખ આવક થવા પામી હતી.
ગઈકાલે હાપા માર્કેટ યાર્ડમાં રાયડાની ૨૨૨૪ ગુણીની આવક થવા પામી હતી જેનો ભાવ ૯૦૦ થી ૧૦૩૭ સુધી રહ્યો હતો.
લસણની ૪૭૬૬ ગુણીની આવક થવા પામી હતી અને ભાવ રૃા. ૫૦ થી ૪૫૨ નો પ્રતિમણ રહ્યો હતો. કપાસની ૩૪૬૫ ગુણીની આવક અને હરાજીમાં ભાવ રૃા. ૧૪૦૦ થી ૧૭૦૦ નો બોલાયો હતો.
જીરૃની ૧૩૩ ગુણીની આવક થઈ હતી અને ૪૧૦૦ થી ૬૦૭૫ નો ભાવ બોલાયો હતો. અજમાની ૧૧૨૨ ગુણીની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ રૃા. ૨૦૦૦ થી ૩૫૯૫ નો રહ્યો હતો.
ધાણાંની ૧૦૨૮ ગુણીની આવક થઈ હતી અને ભાવ રૃા. ૯૦૦ થી ૧૮૬૫ નો બોલાયો હતો. જ્યારે સુકા મરચાની ૧૫ હજાર ગુણીની શનિવારે થયેલી આવકની ગઈકાલે હરાજીમાં ભાવ ૨૧૦૦ થી ૪૯૫૦ સુધી બોલાયો હતો આમ હાપા યાર્ડમાં ખેડૂતોને ખેત ઉપજના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag