Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લતીપુરમાં કૃષિમંત્રીના હસ્તે પશુપાલન શિબિરનો પ્રારંભઃ
જામનગર તા. ૧૪ઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લતીપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. તેમણે કહ્યું હતું કે, 'પશુઓ અને પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે'. 'ચાલુ વર્ષે જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના ઉપલબ્ધ બનશે.'
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોળ તાલુકાના લતીપુર ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર-કમ-પ્રદર્શન અને ખસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રીના હસ્તે ગીર ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીએ ખસીકરણ-સહ-મેજર કેમ્૫ની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૃરી માહિતી-માર્ગદૃશન આપ્યું હતું. શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પશુઓને પીવાના પાણીનો હવાડો અને નવનિર્મિત આંતરિક રસ્તાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કૃષીમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે કુલ ૩૩ પશુ દવાખાના અને ૧૭ પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાનાની સેવા ઉપલબ્ધ છે. અત્યારે ૧૮ જેટલા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. નાણાકીય વર્ષ ર૦રર-ર૩ મુજબ જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના બનાવવામાં આવશે.
કૃષિમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, રાજ્યમાં રૃા. ર૪ કરોડના ખર્ચે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના કાર્યરત છે. કરૃણા સહાય અભિયાન '૧૯૧ર' હેલ્પલાઈન હેઠળ અનેક અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના માર્ગદર્શન હેઠળ વર્ષ ર૦૧૭ થી તા. ૧ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરૃણા અભિયાન ચલાવવામાં આવેલ.
કૃષિમંત્રીએ તેમના પ્રવચનમાં આગળ જણાવ્યું હતું કે, રૃા. પ૦૦ કરોડનું માતબર બજટ ધરાવતી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ રાજ્યના બિનવારસુ ઢોરની સારસંભાળ રાખવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્ય પશુપાલન ખાતા દ્વારા મરઘાં વિકાસ યોજના, ઘાસચારા વિકાસયોજના, પશુ વેંચાણ વ્યવસ્થા, ઘેટાં વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ-પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વીમા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમની શફળતા માટે શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
શિબિર સત્રમાં કૃષિમંત્રીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લતીપુર ગૌસેવા ટ્રસ્ટને રૃા. ૧૪.૭૮ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. બકરાં એકમ સહાય હેઠળ લાભાર્થી હેમંતભાઈ બાંભવાને રૃા. ૪પ,૦૦૦ ની સહાય અને પાવર ડ્રિવન ચાફક્ટર સહાય યોજનાના લાભાર્થી શ્રીમતી વાલીબેન ભીમાણીને રૃા. ૧૮,૦૦૦ ની સહાય અર્પણ કરી હતી. પશુ સારવાર કેમ્પમાં ૯પ૦ જેટલા બીમાર પશુઓની સારવાર કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફળ ટોકરી, મોમેન્ટો આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોળ તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, સંયુક્ત પશુપાલન નિયામક-રાજકોટ વિભાગ ડો. બી.એલ. ગોહિલ, અધિક પશુપાલન નિયામક ડો. કિરણ વસાવા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લ, પ્રાંત અધિકારી વિપુલ સાકરિયા, આગેવાન રસિકભાઈ ભંડેરી, દેવકરણભાઈ, ગણેશભાઈ મુંગરા, જે.ડી. પટેલ, લાભાર્થીઓ, ૬૩ર જેટલા પશુપાલકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag